Safeer News

Breaking News from Ahmedabad

દેશ

બે બળદ બન્યા બિહાર પોલીસની મુસીબત, દારૂ સાથે છે જોરદાર કનેક્શન 

આ બે બળદ સહિત બળદગાડાની હરાજી અંગે જિલ્લા આબકારી વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે

દારૂની હેરાફેરી દરમિયાન પકડાયેલા બે બળદ બિહાર પોલીસ માટે મુસીબત બની ગયા છે. આ બે બળદની જાળવણી પાછળ અત્યાર સુધીમાં હજારો રૂપિયાનો ખર્ચ થયો છે. જે અંગે યાદોપુર પોલીસ અને આ બળદની જાળવણી કરનાર રખેવાળ મુંઝવણમાં મુકાયા છે. જો કે, આ બે બળદ સહિત બળદગાડાની હરાજી અંગે જિલ્લા આબકારી વિભાગ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ બળદની કિંમત ઉંચી હોવાના કારણે તેના માટે કોઈ ખરીદનાર મળી રહ્યો નથી. મામલો યાદોપુરના રામપુર તેંગરાહી ગામનો છે. યાદોપુરના એસએચઓ વિક્રમ કુમારના જણાવ્યા અનુસાર, 25 જાન્યુઆરી, 2022ના રોજ માહિતી મળી હતી કે યાદોપુરના રામપુર તેંગરાહી ગામ પાસે સારણ રિંગ ડેમ પર બળદગાડા દ્વારા દારૂની દાણચોરી કરવામાં આવી રહી છે.

બિહાર પોલીસની ‘મુશ્કેલી’ બળદ 

આ અંગેની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી બળદગાડાને કબજે કરી તેમાં રાખેલી વિદેશી દારૂની અનેક પેટીઓ કબજે કરી હતી. આ કેસમાં પોલીસે બે બળદ, એક બળદગાડું અને દારૂની હેરાફેરી કરતા એક વ્યક્તિની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપીને જેલ હવાલે કરાયો હતો. પરંતુ બળદો જેલમાં ન જાય તેથી તેમને પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવ્યા હતા. હવે બળદ ગાડું અને બંને બળદ ગોપાલગંજ પોલીસ માટે સમસ્યા બની ગયા છે.

‘કોઈ તો બળદને લઈ જાઓ’

ખરેખર, આબકારી કાયદા હેઠળ, આ બળદ અને બળદગાડા બંનેની હરાજી કરવાની છે. જેલમાંથી પરત આવેલા બળદના માલિક ઓમપ્રકાશ યાદવના કહેવા પ્રમાણે, તેણે આ બળદને 30 હજાર રૂપિયામાં ખરીદ્યા હતા. પરંતુ હવે એક્સાઇઝ એક્ટ હેઠળ આ બળદની માલિક બિહાર સરકાર છે. જેના કારણે બંને બળદોને ચોક્કસપણે તેમની સાથે કેર ટેકર તરીકે રાખવામાં આવ્યા છે. પરંતુ તેમની પાસે તેના પર માલિકી હક્ક નથી. જેના કારણે આ બળદોની જાળવણી પાછળ 50 હજારથી વધુનો ખર્ચ થયો છે. ઓમપ્રકાશ યાદવના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા બળદની કિંમત 60,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ઉંચી કિંમતને કારણે તે તેના બંને બળદોને ફરીથી ખરીદી શકવામાં સક્ષમ નથી.

યાદોપુરના એસએચઓ વિક્રમ કુમારના જણાવ્યા અનુસાર, આ બળદોની જાળવણી માટે, રખેવાળને 5000 રૂપિયા પ્રતિ બળદના દરે દર મહિને 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમણે કહ્યું કે રાજ્યસાતની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બળદોની હરાજી બાદ યાદોપુર પોલીસે આ બળદોની જાળવણી કરવી પડશે નહીં. પરંતુ હવે આબકારી કાયદા હેઠળ ઝડપાયેલા આ બે બળદો સાથે નિપટવું પોલીસને ભારે પડવા લાગ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *