મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2022નુ ફાઈનલ શ્રીલંકામા કોલંબો શહેરમા થવાનુ છે અને મને ગર્વ છે કે હુ ગુજરાતનો પ્રતિનિધિત્વ કરી રહી છુ.
(રીઝવાન આંબલીયા)
બારડોલી,
બારડોલી ગામની ડૉ. ધ્વનિ શૈલેષ પટેલ જે છેલ્લા 2 વષૅથી મોડેલિંગમા કામ કરે છે . 2022માં તેમણે મિસ ગ્લેમઅપ ફેશન વોક ઈન્ડિયા 2022નો ખિતાબ પોતાના નામે કર્યો છે. મોડલિંગની સાથે સાથે તે એક સરસ અભિનેત્રી છે. તેઓ નાનપણથી જ નૃત્યનો શોખ રહ્યો છે. 5 વષઁના હતા ત્યારથી જ ભરત નાટ્યમ્ના બૌ સારા નુત્યક રહેલા છે. જેમને રાષ્ટ્રીય સ્તરના શો કરેલા છે. અને ઘણા પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યા છે. આ પાછળનો સાથ એમની માતાનો રહેલો છે.
ધ્વનિની સાથે વાતચીતમા એમણે કહ્યુ મારી માતા સારા ભરત નાટ્યમ્ નૃત્યકાર છે. તેઓ બાળપણથી જ મને શીખવાડે છે. મારા માતા અને પીતાનુ એક સપનુ રહ્યુ હતુ કે હુ એક સારી ડૉ. બનુ તેના માટે મેં ગુજરાતમાં અને ગુજરાતની બહાર મેં મારુ ભણતર પૂર્ણ કરેલ છે. અને હાલમા પોસ્ટ ગ્રેજ્યુએશન પારુલ યુનિવર્સીટીમા ભણતર લઈ રહી છુ. છેલ્લા ૨ વષૅથી હુ મોડેલીંગ કરું છુ અને મેં ગ્લેમઅપ મોડેલીંગ એકેડેમીમાથી ટ્રેનીંગ લીધી છે અને કેયા વાજા મેમ મારા ગ્રુમર રહ્યા છે. ગ્લેમઅપ ફેશન વોક 2022ની વિજેતા બન્યા પછી મેં મિસ ઈન્ડિયા ઇન્ટરનેશનલ માટે ઓડિશન આપ્યા હતા. જેમા ગુજરાતમાથી 2000 છોકરીઓએ ઓડિશન આપ્યા હતા અને એમાથી મારુ સિલેક્શન થયુ છે. હુ ગુજરાતને રિપ્રેઝન્ટ કરી રહી છુ. મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલ 2022નુ ફાઈનલ શ્રીલંકામા કોલંબો શહેરમા થવાનુ છે અને મને ગર્વ છે કે હુ ગુજરાતને પ્રતિનિધિત્વ કરી રહી છુ. હુ ત્યા પણ મારુ બેસ્ટ પરફોર્મન્સ આપીને અગળ જવા માંગુ છુ. તેના માટે હુ અત્યારે ઘણી મહેનત કરી રહી છુ. મારો જન્મ બારડોલી તાલુકોમાં થયો છે. મારી ઉંમર 26 વષૅની છે. મારા માતા ભરત નાટ્યમ્ના ક્લાસ ચલાવે છે અને મારા પિતા ખાતામા નોકરી કરતા હતા. સામન્ય રીતે હુ આ ફિલ્ડથી ઘણી અજાણ હતી પરંતુ ધીમે ધીમે હુ આગળ વધી રહી છુ અને મને આ ફિલ્ડમા કામ કરવાનું સારુ લાગે છે. મારા સપના પૂર્ણ કરવા મારા માતા અને પિતાએ જે વિશ્વાસ રાખેલ છે એજ વિશ્વાસથી હું એમનુ નામ આગળ વધારવા માંગુ છુ.