ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ શરુ કરી છે.
બનાસકાંઠા,
બનાસકાંઠા જિલ્લાના છાપીમાં ઈઝરાયેલ બોયકોટના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. વડગામ તાલુકાના છાપી વિસ્તારમાં આ વિવાદીત પોસ્ટર લગાડવામાં આવ્યા છે. ઈઝરાયેલ વિરુદ્ધના આ પોસ્ટર લાગવાને પગલે હવે પોલીસે તપાસ શરુ કરી છે. પોલીસ હાલ તો આ પોસ્ટર દૂર કરી દઈને તેને ચીપકાવનારા લોકોની શોધખોળ શરુ કરી છે. પોલીસે આ માટે આસપાસના વિસ્તારના CCTV સહિત ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ શરુ કરી છે.
ગુજરાતમાં કેટલાક સ્થળે આ પહેલા પણ આવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. હવે બનાસકાંઠા જિલ્લામાં આવા પોસ્ટર લાગવાને લઈ પોલીસે કાર્યવાહી તેજ કરી દીધી છે.