ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર અને પરેશ રાવલ અભિનિત તૂફાન 16મી જુલાઈથી એમેઝોન પ્રાઈમ વિડિયો પર વૈશ્વિક સ્તરે પ્રસારિત થશે
રિતેશ સિધવાની, રાકેશ ઓમપ્રકાશ મહેરા, ફરહાન અખ્તર દ્વારા નિર્મિત, રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા દિગ્દર્શિત અને એમેઝોન પ્રાઈમ વિડિયોની પ્રસ્તુતિ આ ફિલ્મમાં પરેશ રાવલ અને મૃણાલ ઠાકુર મુખ્ય ભૂમિકામાં છે.
એમેઝોન પ્રાઈમ વિડિયો દ્વારા આજે સ્ટ્રીમિંગ મંચ પર ફરહાન અખ્તરને ચમકાવતો બહુ પ્રતિક્ષિત પ્રેરણાત્મક સ્પોર્ટસ ડ્રામા “તૂફાન” માટે પ્રસારણ તારીખની ઘોષણા કરવામાં આવી હતી. રાકેશ ઓમપ્રકાશ મહેરા દિગ્દર્શિત અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ (રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર) અને આરઓએમપી પિક્ચર્સ (રાકેશ ઓમપ્રકાશ મહેરા) નિર્મિત તૂફાન વર્ષનો સૌથી ભવ્ય સ્પોર્ટસ ડ્રામા બનવા માટે સુસજ્જ છે. ભારત અને દુનિયાભરના 240થી વધુ દેશો અને પ્રદેશોમાં ચાહકો આ રોમાંચક ફિલ્મ ફક્ત એમેઝોન પ્રાઈમ વિડિયો પર 16મી જુલાઈથી આરંભ કરતાં આ રોમાંચક ફિલ્મ માણી શકશે. તૂફાનમાં ફરહાન અખ્તર, મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક કપૂર, હુસૈન દલાલ, ડો. મોહન અગાશે, દર્શન કુમાર અને વિજય રાઝ મુખ્ય ભૂમિકામાં છે.
ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર અને રાકેશ ઓમપ્રકાશ મહેરા સાથે સફળ જોડાણ પછી આ ડાયનેમિક જોડી તૂફાન સાથે પંચ મારવા માટે પાછી આવી છે. આ પ્રેરણાત્મક વાર્તા મુંબઈના ડોંગરી વિસ્તારમાં જન્મેલા અનાથ બાળક અજ્જુના જીવન ફરતે વીંટળાયેલી છે, જે મોટો થવા પર સ્થાનિક ગુંડો બની જાય છે. જો કે તે હોશિયાર અને જોશીલી યુવા મહિલા અનન્યાને મળે છે ત્યારે તેનું જીવન બદલાઈ જાય છે. અનન્યાનો અજ્જુમાં વિશ્વાસ તેને તેનો શોખ શોધવા માટે પ્રોત્સાહિત કરે છે, જેને લઈ તે બોક્સિંગ ચેમ્પિયન અઝીઝ અલી બનવાના તેના પ્રવાસ પર નીકળી પડે છે.
તૂફાન એક આમ આદમી તેનાં સપનાં સાકાર કરવા માટે જીવનના ઉતાર ચઢાવમાંથી પસાર થતો હોય તેના પ્રવાસની રોચક ગાથા કહેવા સાથે સ્પોર્ટ તરીકે બોક્સિંગના રોમાંચક પ્રકારને જીવંત કરે છે. આ વાર્તા સ્થિતિસ્થાપકતા, લગની, ખંત અને સફળ થવાના જોશની છે.
તો 16 જુલાઈથી આરંભ કરતાં એમેઝોન પ્રાઈમ વિડિયો પર તૂફાનના વૈશ્વિક પ્રસારણ સાથે અસાધારણ અને પ્રેરણાત્મક પ્રવાસ જોવા માટે તૈયાર રહો.