Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ફટાકડાના પ્રદૂષણથી દૂર રહો શ્વાસમાં તકલીફ પડશે

કોરોનામાં સાજા થયેલા લોકો સાવધાન રહે

અમદાવાદ, તા.૩

શિયાળો શરૂ થઈ ગયો છે. આ ઋતુમાં શ૨દી, ઉધ૨સના કેસમાં વધારો જાેવા મળે છે. કોરોનાની સ્થિતિમાં બીજીવાર શિયાળો આવ્યો હોવાથી આ વર્ષે હવામાનમાં આ વાઇ૨સના ફેલાવાથી કેવી અસર થશે એ ધ્યાનમાં લેવું જરૂરી છે. જાેકે હાલના દિવસોમાં તો રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ દિવાળીનો ધુમાડો અને શિયાળામાં ઠંડી વધતાં આગામી દિવસોમાં કોરોના કેસમાં વધારો થાય તો નવાઈ નહીં.

ગત વર્ષે દિવાળી બાદ ઘાતક લહેર શરૂ થઈ હતી. જાે આ વર્ષે સાવચેતી નહીં રાખીએ તો ત્રીજી લહેર પણ શરૂ થવાની શક્યતા નકારી શકાય નહીં. કોરોનાની ઘાતક બે લહેર બાદ પહેલી દિવાળીની રાજ્યભરમાં ધામધૂમથી ઉજવણી થશે. દિવાળીમાં ફટાકડા ફોડવાના કારણે વાયુ પ્રદૂષણ વધે છે. હવામાં એક પ્રકારનો ઝેરી ધુમાડો ફેલાય છે, જે શ્વાસમાં જવાને કારણે શરીરને નુકસાન કરી શકે છે. તેમાં પણ કોરોનામાંથી સાજા થયા હોય તેવા વ્યક્તિઓએ ધુમાડાથી ખાસ બચવું જાેઈએ, નહીંતર શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. સામાન્ય રીતે ધુમાડાને કારણે હવામાં પ્રદૂષણ તો ફેલાય જ છે. આ ઉપરાંત લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. કોરોનામાં અનેક દર્દીઓના ફેફસાંઓ પર ગંભીર અસર થઈ હતી, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, ત્યારે કોરોનામાંથી સાજા થયા હોય તેમને ફટાકડાના ધુમાડાને કારણે વધુ નુકસાન થઈ શકે છે.

ડોક્ટરોના મતે આવા વ્યક્તિઓએ ધુમાડાથી દૂર રહેવું જાેઈએ. આ અંગે ડો. કમલેશ નાયકે ગુજરાતનાં અગ્રણી અખબાર દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે જે વ્યક્તિની કોરોનામાં ગંભીર હાલત થઈ હોય તે વ્યક્તિઓએ ધુમાડાવાળી જગ્યાઓથી દૂર રહેવું જાેઈએ અને સ્વસ્થ જગ્યાએ રહેવું જાેઈએ. ફટાકડાના ધુમાડાને કારણે એલર્જી અને શ્વાસમા તકલીફ પડવાની બીમારી થઈ શકે છે. કોરોના સિવાય શ્વાસની તકલીફ હોય તો પણ ધુમાડાથી દૂર રહેવું અને ધુમાડારહિત વાતાવરણમાં રહેવું જાેઈએ. કોઈપણ પ્રકારના ધુમાડાને કારણે શ્વાસ નળી સંકોચાય છે, જેથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ફટાકડા ફોડવાથી કાર્બન મોનોકસાઈડ મોટા પ્રમાણમાં હવામાં ફેલાય છે, જે શ્વાસમાં જવાથી કોરોનાના દર્દીઓને ગૂંગળામણ થઈ શકે છે. સિનિય૨ સિટિઝન્સે આ દિવાળીએ ફટાકડા ફૂટતા હોય ત્યારે બહા૨ નીકળવાનું ટાળવું જાેઈએ. ફટાકડા ફોડવાથી પ્રદૂષણ સહિત અનેક પ્રકા૨ની સમસ્યા ઊભી થશે. ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. ત્યારે નાગરિકોએ સ્વયં જાગૃતતા દાખવી આ મહામારી વધુ ન ફેલાય તેની સાવચેતી પણ રાખવી જરૂરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *