પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
પાટણ,
હારીજના દુધારામપુરા ગામે પ્રેમ પ્રકરણ મામલે ખૂની ખેલ ખેલાયો છે. દુધારામપુરા ગામે મજૂરી કરી પેટ્યું રળતા પરિવારમાં પત્નીના ગામમાં રહેતા એક યુવક સાથે આંખો લડી જતા પ્રેમ સબંધ બંધાયો અને ત્યાર બાદ કાંટા રૂપી પતિનું કાંસળ કાઢવા માટે તેની જ પત્નીએ પ્રેમી સાથે મળી કાવતરું ઘડ્યું હતું અને ત્યારબાદ ખૂની ખેલ ખેલાયો હતો. ઘટનાને અંજામ આપી બન્ને પ્રેમી પંખીડા ફરાર થયાં હતા.
આ ઘટનાની ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પડી વધુ તપાસ હાથ ધરી છૅ. હારીજના દુધારામપુરા ગામે રહેતા મોહન પરમાર મજૂરી કરી પેટીયું રળી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, પણ છેલ્લા દોઢ વર્ષથી તેની પત્ની ભગીની આંખો ગામમાં રહેતા અરવિદજી ઠાકોર સાથે મળી જતા પ્રેમ સબંધ બંધાયો હતો. તેવો અવાર નવાર એકાંતમાં મળતા હતા. પરંતુ પત્ની ભગીને કાંટા રૂપી પતિ મોહન નડતો હોઈ તેને દૂર કરવા તેના પ્રેમી સાથે મળી કાવતરું રચ્યું હતું. જેમાં ગત રાત્રીના સમયે ભગીએ તેના પતિને કહેલ કે, બાજુના ગામમાં મજૂરીના રૂપિયા લેવા જવાનુ છે એમ કહી વાસા રોડા ગામની કેનાલ નજીક તેના પતિ મોહનને લઇ ગઈ હતી. ત્યાર બાદ કાવત્રા મુજબ ભગીનો પ્રેમી અગાઉથી જ ત્યાં ગાડી લઇ આવી પહોંચ્યો હતો. ભગી અને તેનો પ્રેમી અરવિદ દ્વારા મોહન પરમારને ધોકાથી માથાના ભાગે માર મારી ઢીમ ઢાળી દીધું હતુ.
બંને જણ ઇકો ગાડી લઇ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બાદમાં જયારે સવારે આ બાબતની જાણ ગ્રામજનોને થતા ઘટના સ્થળે લોકોના ટોળાં થઇ ગયા અને લાશની ઓળખ થતા મોહન પરમારના પુત્રને જાણ થતા તેવો પણ ઘટના સ્થળે પહોંચી આ ખૂની ખેલ જાેઈ હારીજ પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી મૃતકના પુત્રની ફરિયાદ લઇ ગણતરીના કલાકોમાં ખૂની ખેલ ખેલનાર પ્રેમી પંખીડા ભગી પરમાર અને અરવિંદ ઠાકોરને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છૅ.