હરિયાણાના કરનાલમાં બાબા રામદેવ એક કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા
હરિયાણા,
પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. યોગ ગુરૂ બાબા રામદેવને એક પત્રકારે સવાલ પૂછ્યો તો તે ગુસ્સે થઇ ગયા હતા. હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન એક પત્રકારે બાબા રામદેવને મીડિયામાં તેમના એક નિવેદન વિશે સવાલ કર્યો હતો જેમાં તેમણે કહ્યુ હતુ કે લોકોએ એવી સરકાર પર વિચાર કરવો જોઇએ જે 40 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલ અને 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર પર રસોઇ ગેસ આપી શકે.
જેની પર બાબા રામદેવે કહ્યુ, હાં, મે કહ્યુ હતુ, તમે શું કરી શકો છો? આવા પ્રશ્ન ના પૂછો. શું હું તારા પ્રશ્નોનો જવાબ આપવા માટે કોઇ ઠેકેદાર છું, તૂ જે પણ પૂછીશ અને હું તેનો જવાબ આપુ. જ્યારે પત્રકારે ફરી સવાલ કર્યો અને કહ્યુ કે તમે બધી ટીવી ચેનલમાં આવી બાઇટ આપી હતી. તો રામદેવે પત્રકાર તરફ ઇશારો કરતા કહ્યુ, મે આપી હતી અને હવે નથી આપતો. કરી લે, શું કરીશ. ચુપ થઇ જા..હવે આગળ પૂછીશ તો યોગ્ય નથી. એક વખત બોલી દીધુ, બસ. આટલી ઉદ્ધતાઇ ના કરવી જોઇએ, તુ કોઇ સભ્ય મા-બાપની ઓલાદ હોઇશ.
રામદેવે કહ્યુ બધા લોકો વધુ મહેનત કરે. સરકાર કહે છે, જો તેલના ભાવ ઓછા થશે તો તેમણે ટેક્સ નહી મળે, તો તે દેશ કેવી રીતે ચલાવશે. સેનાને કેવી રીતે પગાર આપશે. રસ્તા કેવી રીતે બનાવશે? હાં, મોઘવારી ઓછી થવી જોઇએ, હું માનું છું, બન્ને પક્ષ છે પરંતુ મહેતન વધુ કરો. હું પણ સંન્યાસી થઇને સવારે ચાર વાગ્યે ઉઠુ છુ અને રાત્રે 10 વાગ્યા સુધી કામ કરૂ છું.
મહત્વપૂર્ણ છે કે દેશભરમાં 31 માર્ચ 2022માં 10 દિવસમાં સતત નવમી વખત પેટ્રોલ-ડીઝલ મોંઘુ થઇ ગયુ છે.