નર્મદા જિલ્લા કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરિસ્થિતિને કાબુ કરવામાં નિષ્ફળ ગયા
ડિઝાસ્ટર મેનેજમેન્ટને રેસ્ક્યુ માટે કોલ કર્યો કે, ત્રણ જણા પુરના પાણીમા ફસાયા છે છતાં મદદ માટે કોઈ ન આવતા સ્થાનિક યુવાનોએ ધસમસતા પાણી વચ્ચે જીવના જોખમે ત્રણને બચાવ્યા
સાજીદ સૈયદ, નર્મદા
16 સપ્ટેમ્બરની સાંજથી નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા કાંઠે વસેલા ગામોની માટી દશાની શરૂઆત થઈ હતી. ચારે બાજુ પૂર્ણ પાણી પરિવર્તન ખેતરો અને મકાનોમા 15 ફૂટ જેટલા પાણી ફરી વળ્યા હતા. એક તરફ વરસાદ વરસી રહ્યો હતો અને બીજી તરફ પુલના પાણી માનવ વસાહતોમાં ઘૂસી ગયા હતા.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના સિસોદ્રા ગામે કસબાવાળ અને પંચાયત ફળિયામાં થઈને કુલ 65 નાના મોટા મકાનોમાં પાણી ફરી વળતા લોકોએ જાતે જ પલાયન શરૂ કરવા માંડ્યું હતું. ત્યારે કસ્બાવાડના 15 જેટલા મકાનોમા વસવાટ કરતા લોકોએ પોતાના હાથમા જે આવ્યું એ લઈને ઘરમાંથી નીકળી ગયા હતા અને આસપાસના લોકોના ઘરોમા આશરો લીધો હતો.
નર્મદા જિલ્લાના વહીવટી તંત્રએ જાહેરાત કરી પુર પીડિતોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી હતી અને જરૂરી સહાય કામગીરી માટે તંત્ર ખડે પગે રહેશે એવા દાવા કરાયા હતા. પણ નાંદોદના સિસોદ્રા ગામે કસ્બાવાડ વિસ્તારના 15 જેટલા પરિવારોને સ્થાનિક તંત્ર તરફથી ભોજન કે, રહેઠાણ માટેની કોઈ મદદ મળી ન હતી. ઉપરાંત જ્યારે પુરના પાણીમા ફસાયેલા 3 જણાને રેસ્ક્યુ કરવા માટે કોલ કરવા છતાં કોઈ આવ્યું ન હતું. આખરે ના છૂટકે સ્થાનિક યુવાનોએ જીવના જોખમે પુરના ધસમસતા પાણીમા યુવાનોને ઉગારી લાવ્યા હતા.
સ્થાનિક પુર પીડિતોએ તંત્રએ તેમની સાથે ભેદભાવ ભર્યું વલણ અપનાવી પુરમા ફસાયેલા 15 જેટલા લઘુમતી પરિવારોને નોંધારા મૂકી દેવાનો આક્ષેપ કરતા તંત્ર તરફથી કોઈ પણ જાતની મદદ મળી હોવાનું ઇન્કાર કર્યો હતો.