પીવાના પાણી માટે પ્લાસ્ટિક નહીં પણ ઇકો-ફ્રેન્ડલી બોટલનો ઉપયોગ કરો, તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે
ઉનાળાની ઋતુમાં આપણે બધા પાણી પીવા અને તરસ છીપાવવા માટે પાણીની બોટલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, આપણામાંથી મોટાભાગના લોકો આ માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે.
પ્લાસ્ટીકની બોટલોને પીવામાં ઉપયોગ કરતા હોવ તો તમને જણાવીએ કે તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે.
ઉનાળાની ઋતુમાં આપણે બધા પાણી પીવા અને તરસ છીપાવવા માટે પાણીની બોટલનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ, આપણામાંથી મોટાભાગના લોકો આ માટે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરે છે. પ્લાસ્ટિકની બોટલ તે વહન કરવા માટે સરળ છે અને તૂટવાનો ભય નથી. પ્લાસ્ટીકની બોટલોના આ ગુણોને જોતા જો તમે પણ તેનો પીવામાં ઉપયોગ કરતા હોવ તો તમને જણાવીએ કે તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે.
ક્લીન વોટર એક્શન મુજબ, પ્લાસ્ટિકની બોટલમાં પાણી સંગ્રહિત કરવું અથવા પીવાથી આપણી હોર્મોનલ સિસ્ટમ પર અસર થાય છે. આટલું જ નહીં આ પાણી ઝેરી બની જવાને કારણે અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. આ જ કારણ છે કે ઘણા દેશોએ આ બોટલોને બેન્ડ પણ કરી દીધા છે. આ પ્લાસ્ટિકની બોટલો માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે. જો તમે તેનો ઉપયોગ કર્યા પછી તેને અહીં-ત્યાં ફેંકી દો છો, તો તે પ્રદૂષણનું મોટું કારણ બની જાય છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ કે પ્લાસ્ટિકની બોટલોને બદલે તમે કઈ ઈકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો અને સ્વસ્થ રહી શકો છો.
પ્લાસ્ટિકની બોટલને બદલે આ વસ્તુઓનો ઉપયોગ કરો
વાંસની બોટલો
જો કે આ બોટલો દુકાનોમાં આસાનીથી મળતી નથી, પરંતુ જો તમે થોડી શોધ કરો તો તમે તેને ખરીદી શકો છો. આ બોટલમાં પાણી પીવાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. વાસ્તવમાં વાંસમાં એન્ટિમાઈક્રોબાયલ ગુણ હોય છે અને વાંસના અર્કનો ઉપયોગ ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ થાય છે. આ સિવાય તેમાં ઘણા એવા ગુણ છે જે તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, તે પર્યાવરણ માટે પણ ખરાબ નથી.
માટીની બોટલો
ઉનાળાની ઋતુમાં માટીની બોટલ સરળતાથી મળી રહે છે. માટીના વાસણમાં ખોરાક ખાવાથી અથવા પાણી પીવાથી મેટાબોલિઝમ રેટ સારું રહે છે અને તે પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે.
તાંબાની બોટલો
જો તમે ટકાઉ વાસણો શોધી રહ્યા છો, તો તમે પ્લાસ્ટિકની જગ્યાએ તાંબાની બોટલનો ઉપયોગ કરી શકો છો. તાંબાના વાસણમાં રાખવામાં આવેલ પાણી શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને શરીરમાં આયર્નને શોષવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં તાંબાની બોટલ પણ પ્લાસ્ટિકની બોટલનો સારો વિકલ્પ બની શકે છે.
સ્ટીલ બોટલ
બજારમાં સ્ટીલની બોટલ સરળતાથી મળી રહે છે. તેઓ ટકાઉ અને સસ્તા પણ છે. આમાં કલાકો સુધી રાખવામાં આવેલું પાણી પણ સ્વાસ્થ્યને નુકસાન કરતું નથી અને તમે તેને સરળતાથી ક્યાંય પણ લઈ જઈ શકો છો.