Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

પિતા ૧૪ વર્ષિય દીકરીની છેડતી કરતા કિશોરીએ ચાઈલ્ડ હેલ્પલાઈનને ફોન કરી મદદ માંગી

સુરતની કિશોરીએ આ સમગ્ર ઘટના બાબતે હેલ્પલાઇનને પોતાની આપવીતી જણાવી હતી. જેથી પોલીસે પાપી પિતા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી.

છેલ્લા પાંચ મહિનાથી પુત્રીની સાથે ઘરે કોઈ ન હોય ત્યારે છેડતી કરતો હતો.

સુરત,તા.૨૨

સુરતના સચિનમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહેતો ૩૮ વર્ષીય યુવક પલસાણા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે. મુળ ઉત્તરપ્રદેશનો છે. જેને સંતાનમાં ૧ દીકરો અને ૧૪ વર્ષની દિકરી છે. દિકરી ધોરણ-૬માં અભ્યાસ કરે છે. સચિન પોલીસ સ્ટેશનમાં યુવકની સામે તેની સગી દિકરીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. કિશોરી જ્યારે ઘરે એકલી હોય ત્યારે પિતા અડપલા કરતો હતો. પિતાની આ પ્રકારની હરકતો વધતી જતા કિશોરી ત્રાસી ગઇ હતી. કિશોરીએ હિંમત કરીને પોતાની આ સ્થિતિથી વાકેફ કરવા માટે અને મદદ મેળવવા માટે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો. કિશોરીએ ચાઇલ્ડ હેલ્પ લાઇનને સાથે બનતી ઘટના વર્ણવી મદદ માંગી હતી. જેથી ચાઈલ્ડ હેલ્પલાઈનના માણસો પોલીસની ટીમ લઈને તેના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે કિશોરી અને તેની માતાની પુછપરછ કરી હતી. પૂછપરછ બાદમાં પાપી પિતાની સામે છેડતીની ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.

સચિનમાં સગો પિતા કિશોરી સાથે મહિનાઓથી અણછાજતું વર્તન કરી શારીરિક અડપલા કરતો હતો. પિતા દ્વારા કરાઇ રહેલી હેરાનગતિથી ત્રાસી જઇને ૧૪ વર્ષીય કિશોરીએ ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર પર કોલ કર્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *