પાલનપુરમાં વૃદ્ધની છાતી પર ફોન, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યાં : મેડિકલ ચેકઅપ કરાવતાં તબીબો ચોંકી ઉઠ્યા
પાલનપુર
પાલનપુરના નવજીવન સોસાયટી વિસ્તારમાં રહેતા ૬૩ વર્ષીય વૃદ્ધની છાતી પર અચાનક મોબાઈલ, સિક્કા, ચાવી, ચમચી ચોંટવા લાગ્યા તેમનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. રાવલ પરિવારે તુરંત નવીનભાઈને લઈને પાલનપુર સિવિલમાં ચેકઅપ કરાવ્યું હતું જ્યાં ફરજ પરના તબીબો ચોંકી ઉઠ્યા હતા અને કેસ કાઢી રિપોર્ટ કરાવ્યા હતા.
ડો. ભૂમિકા પટેલે નવીનભાઈને તપાસતાં ૫૦થી૬૦ ગ્રામનો મોબાઇલ છાતી પર સ્પર્શ કરાવતા જ ચોંટી ગયો હતો. જેને જાેઈ હાજર જુનિયર તબીબો સહિત હોસ્પિટલ સ્ટાફ પણ ચોંકી ગયો હતો. નવીનભાઈએ હોસ્પિટલ સ્ટાફને જણાવ્યું, ૨ મહિના પહેલા વેક્સિનનો ડોઝ લીધો હતો. શનિવાર સવારથી સ્ટીલની વસ્તુઓ ચોંટતા શરીરમાં ચુંબકીય શક્તિનો અનુભવ થયો હતો. ડો. ભૂમિકા પટેલે કહ્યું, બોડીમાં લોહતત્વનું, ઇલેક્ટ્રોલાઈટનું પ્રમાણ જાણી નિદાન કરીશું. આ સ્થિતિમાં સિટીસ્કેન કરાવવું હિતાવહ નથી.
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી પણ આવી જ એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. એક પરિવારે દાવો કર્યો છે કે કોરોના વેક્સિનનો બીજાે ડોઝ લીધા બાદ તેના પરિવારના એક વૃદ્ધ સભ્યને શરીરમાં ચુંબકીય શક્તિનું સર્જન થઈ ગયું છે. હવે તેમના શરીર પર ચમચી, સ્ટીલ તથા લોખંડનાં વાસણ તથા સિક્કા સરળતાથી ચોંટી રહ્યાં છે.