ઉના કોટ વિસ્તારમાં રહેતી પરિણીતા ઉપર સગા દેવરે દુષ્કર્મ ગુજારતા ફરિયાદ નોંધાઈ
ઉના,
ઉના તાલુકામાં દિન પ્રતિદિન ક્રાઈમનો રેશિયો વધતો જાય છે અને તેને લગામ લગાવવા પોલીસ પણ મહેનત કરી રહી છે. તેમ છતા ગુનાખોરી વધતી જઈ રહી છે. તેને અંકુશ લગાવવા પોલીસ ખડેપગે રહીને આવા અસામાજીક તત્વો પર લગામ કસવા અને તેને જેલમાં ધકેલવા માટે અડીખમ છે અને બળાત્કાર જેવી ઘટનાઓ વધતા પોલીસ પણ ફરી આવું ન બને તે માટે સક્રિય બની છે. આજે બળાત્કારની ઘટના સામે આવી છે.
ઉના શહેર વિસ્તારમાં આવેલ કોટમા રહેતી પરિણીતા ઉપર તેના સગા દેવરે બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પ્રાપ્ત વિગત મુજબ કોટ વિસ્તારમાં રહેતો યાકુબ લઠા નામના વ્યક્તિએ બળજબરી પૂર્વક તેની ભાભીને પલંગ ઉપર પછાડીને તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાતા આરોપીને પોલીસે પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.