સુરત,તા.૧૧
સુરતના અમરોલી-કોસાડની પરિણીતાનું ઇન્સ્ટાગ્રામ પર ફેક આઇડી બનાવી ફોટોગ્રાફ્સ સાથે અશ્લીલ ફોટા અપલોડ કરનારો વડોદરાનો જૂનો પ્રેમી નીકળ્યો હતો. ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી પોલીસે આરોપીને દબોચી લીધો હતો.
સુરતમાં સાઇબર ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે વધુ એક ઘટના સામે આવતા પોલીસે આ ઘટનામાં આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી ગઈ. સુરતના અમરોલી વિસ્તારમાં રોડ ખાતે રહેતી ૨૫ વર્ષીય યુવાનના લગ્ન વડોદરાની યુવતી સાથે થયા હતા. જાેકે લગ્નજીવન સારું ચાલતું હતું દરમિયાન લગ્નના એક માસ બાદ પરણિતાના નામનું ઇંસ્ટાગ્રામ પર આઇડી બનાવીને કોઈક ઈસમ પ્રોફાઇલમાં પતિ પત્નીનાં ફોટા મૂકતો હતો. જાેકે આ બાબતની જાણ દંપતીને થઈ હતી તેમાં પરણિતાના ચારિત્ર્ય બાબતે મેસેજ કરીને હેરાન કરતો હતો. સાથે સાથે પરિણીતા અને તેના પતિના ફોટા વારંવાર અપલોડ કરતો હતો જેને લઇને પણ દંપતીને એ બદનામ કરવાનો પ્રયાસ અને આ કૃત્ય કરવામાં આવતું હતું.
આ દંપતી આ ઈસમથી કંટાળી ગયા હતા અને આખરે પતિ-પત્નીએ સાઇબર ક્રાઇમમાં પોલીસને આ મામલે ફરિયાદ નોંધાવી હતી કે પોલીસ એપ સર્વેલન્સ ટેકનિકલી મદદ લઈને આ ગુનામાં સંડોવાયેલા આરોપી જય અશોકભાઈ બડગુજરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.