અમદાવાદ,
“વીર હમીદ સ્મારક” કલંદરી મસ્જિદ પાસે અબોલ પક્ષીઓ માટે ૧૦૦૦ જેટલા પાણીના કૂંડાનું મફત વિતરણ કરવામાં આવ્યું
શહેરના રખીયાલ ખાતે “ઈન્ટરનેશનલ હયુમન રાઈટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ” ગુજરાતના ચેરમેન જીવદયા પ્રેમી ઘાંચી શફી સોપારિવાલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પક્ષીઓના પીવા માટેના 1000 પાણીના કૂંડાનું મફત વિતરણ તા. 01-04-2022 શુક્વારના રોજ “વીર હમીદ સ્મારક” કલંદરી મસ્જિદ રખીયાલ પાસે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દ્વારા જીવદયા પ્રેમી ઘાંચી શફી સોપારિવાલા એક સંદેશો આપે છે કે, આગ વરસાવતી ગરમીની સીજનમાં માણસ માણસને પાણી પિલાવે તે માણસાઈ છે પરંતુ જે પોતાની તરસ બોલીને નહિ બતાવી સકતા એવા અબોલ પક્ષીઓ માટે લોકોએ પોતાના ઘરની છત પર, બાલ્કનીમાં અથવા જ્યાં પણ યોગ્ય લાગે તે જગ્યા પર અબોલ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ.
આ કાર્યક્રમમાં એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર શ્રી દિલીપભાઈ શાહ, RSSના શ્રી દિનેશ સિંહ રેવર, શ્રી કિરીટ ભાઈ રુદાણી, જગદીશ ભાઈ મૌર્ય, અલ્પસંખ્યક નાણાં નિગમના ગુજરાત સરકારના ડાયરેક્ટર શ્રી પુરુષોત્તમ હિરવાણી, ફારુક ભાઈ ટેકરાવાલા, રીઝવાન ભાઈ આંબલીયા, અકીલ ભાઈ તથા “સફીર” સાપ્તાહિકના તંત્રી આસિફ શેખે હાજરી આપી.