એક અંદાજ મુજબ પંજાબની અંદર દર બેથી ત્રણ દિવસમાં એક વ્યક્તિ નશાના કારણે મોતને ભેટે છે.
પંજાબ,
નશાના કારણે અનેક લોકો બરબાદ થઈ રહ્યા છે. દેશભરમાં સૌથી વધુ પંજાબમાં આ પ્રકારની લત લોકોને વધુ છે. જો કે અન્ય રાજ્યોની અંદર પણ ડ્રગ્સ સહીતના નશાના એડિક્ટેડ લોકો બની રહ્યા છે. પરંતુ પંજાબમાં હજુ પણ ઉડતા પંજાબ જેવી સ્થિતિ ક્યાકને ક્યાંક જોવા મળી રહી હોય તેમ લાગે છે. કેમ કે, 3 મહિના અને 10 દિવસમાં પંજાબની અંદર નશો કરતા 59 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે.
એટલે કે એક અંદાજ મુજબ પંજાબની અંદર દર બેથી ત્રણ દિવસમાં એક વ્યક્તિ નશાના કારણે મોતને ભેટે છે. તેમાં પણ જેમના મૃત્યુ થઈ રહ્યા છે તેમાંથી મોટાભાગના યુવાનો જ છે. લગભગ 28 વર્ષની ઉંમરના 60 ટકા યુવકોનો તેમાં સમાવેશ થાય છે. ખાસ કરીને પંજાબમાં મોટા શહેરો નહીં પરંતુ ગ્રામ્ય કક્ષાએથી પણ આ પ્રકારે મોટી સંખ્યામાં યુવાનો નશાના આદતી બની રહ્યા છે.
કેટલાક તો એવા પણ પરીવારો છે કે જેમાં તમામ પુરુષો આ પ્રકારના નશાની લત પર ચડી ગયા હોય છે અને કેટલાક કિસ્સાઓમાં આ પુરુષો નશાની લતમાં જ જીવ પણ ગુમાવે છે. પંજાબની આ સ્થિતિ હચમચાવી દે તેવી છે. જેથી નવી સરકાર પાસે ઘણી અપેક્ષાઓ યુવાનોને આ પ્રકારના ગેરમાર્ગેથી પાછી દોરવા માટે છે.