સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે.
નવીદિલ્હી,તા.૦૧
મોહંમદ પયંગબર સાહેબની વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટનો દરવાજાે ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યુ હતુ.
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. મોહંમદ પયંગબર સાહેબને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે. તેના માટે તેઓએ માફી માંગવી જાેઈએ. નુપુરની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે નુપુર શર્માએ ટીવી પર જઈને દેશની માફી માંગવી જાેઈતી હતી. એટલું જ નહીં કોર્ટે એ પણ સવાલ ઊભો કર્યો કે નુપુર શર્માને જાેખમ છે કે તેઓ સુરક્ષા માટે જાેખમ બની ગયા છે ?

કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માની વિરુદ્ધ દિલ્હી, કોલકાત્તા, બિહારથી લઈને પુણે સુધી અલગ અલગ કેસ નોંધાયા છે.