તમારા બાળકના પેટમાં ગેસ થાય ત્યારે આ સંકેતો પેરેન્ટ્સને સાઇન આપે છે. તો જાણી લો તમે પણ આ વિશે વધુમાં..
નવજાત બાળકોની દેખરેખ કરવી દરેક માતા-પિતા માટે એક અઘરું કામ સાબિત થાય છે. બાળકોની દેખરેખ કરવામાં તમે થોડી પણ બેદરકારી કરો છો તો બાળકને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ થઇ શકે છે. આ માટે ઘણી વાર બાળકો જ્યારે દૂધ પીવે ત્યારે બાળકોના પેટમાં હવા જતી રહે છે જેના કારણે બાળકોને ગેસની તકલીફ થાય છે. જો કે આ વાત જાણીને તમને નવાઇ લાગશે પરંતુ વાત સાચી છે. જો કે ઘણીવાર તો બાળકોના પેટમાં વધુ પ્રમાણમાં ગેસ બનવાને કારણે બાળકો અનેક વાર ચિચયારી પાડતા હોય છે. એવામાં ઘણીવાર પેરેન્ટ્સ બાળકોની સમસ્યાઓને સમજી શકતા નથી. તો જાણી લો તમે પણ બાળકોને પેટમાં ગેસની સમસ્યા થવા પર કેવા સંકેત આપે છે.
બાળક સતત રડ્યા કરે
નાના બાળકનું રડવું એ એક સામાન્ય બાબત છે. જો કે બાળક રડે એની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. પરંતુ જો તમારું બાળક બહુ રડ્યા કરે છે અને સાથે એમનો ચહેરો પણ લાલ થઇ રહ્યો છે તો આ એક પેટમાં ગેસ થયો હોવાનું લક્ષણ હોઇ શકે છે. ગેસને કારણે બાળક અનકમ્ફર્ટેબલ ફિલ કરે છે જેના કારણે એ સતત રડ્યા કરે છે.
ઊંઘતા સમયે તકલીફ થવી
પેટમાં ગેસ થવાને કારણે બાળક એની ઊંઘ પણ પૂરતા પ્રમાણમાં લઇ શકતુ નથી. જો તમારું બાળક ઊંઘમાંથી વારંવાર ઉઠી જાય છે અને રડ્યા કરે છે તો આ પણ એક ગેસનું લક્ષણ હોઇ શકે છે. બાળકને પેટમાં ગેસ થવા પાછળ આ એક મોટુ કારણ જવાબદાર હોય છે.
ખાવાનું ના ખાય
તમારા બાળકના પેટમાં ગેસ થયો હોય તો એને સરખી ભૂખ પણ લાગતી નથી. ભૂખ ના લાગવાને કારણે પણ બાળક સતત રડ્યા કરે છે. આમ, જો તમારા બાળકમાં આ તકલીફ થઇ રહી છે તો તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો. તમને જણાવી દઇએ કે પેટમાં ગેસ થવા પાછળ બીજા અનેક કારણો પણ જવાબદાર હોઇ શકે છે.