Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

નર્મદા કોંગ્રેસના હરેશ વસાવાએ ભાજપનો પાલવ પકડ્યો

સાજીદ સૈયદ, રાજપીપળા

સુરત ખાતે સી.આર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો

રાજનીતિમાં કોઈપણ કાયમી શત્રુ કે, કાયમી મિત્ર નથી હોતો એવી વાયકા વર્ષોથી છે અને આ વાયકા ફરી એકવાર સાચી પડી છે. નર્મદા જિલ્લા કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી હરેશભાઈએ આખરે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે.

કોંગ્રેસના હરેશભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે એવી અંદર ખાને ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી. ભરૂચના સાંસદ મનસુખભાઇ જાહેરમાં મીડિયા સમક્ષ અનેકવાર ઘટસ્ફોટ કરી ચુક્યા છે કે, ડેડીયાપડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને કોંગ્રેસના પરદેશ મહામંત્રી હરેશભાઇ ભાજપમા જોડાવા માંગે છે પરંતુ કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ન હતું. ત્યારે 16 સપ્ટેમ્બર 2023ના રોજ સુરત ખાતે સી.આર પાટીલના હસ્તે પાર્ટીનો ખેસ ધારણ કરી કોંગ્રેસના હરેશ વસાવા હવે ભાજપના હરેશ વસાવા બની ગયા છે. તેમણે સુરત જઈને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં, નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન, જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની હાજરીમાં અને પોતાના પિતા જયંતીભાઈ વસાવાની સાથે તેમણે ભાજપનું ખેસ ધારણ કરી લીધો છે અને કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યો છે.

 સાથે સાથે એવી પણ જાણકારી મળી રહી છે કે, નર્મદા જિલ્લા કોંગ્રેસ યુવા પ્રમુખ અજય વસાવા અને મહામંત્રી મેહુલ પરમારે પણ પોતાના રાજીનામાં ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલને મોકલી આપ્યા હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *