પોલીસ સમક્ષ રમીઝે જણાવ્યું હતું કે, 5 વર્ષ અગાઉ કોમન ફ્રેન્ડ દ્વારા તે નફીસા ખોખરના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ એક ખાનગી કંપનીમાં આણંદમાં પોસ્ટિંગ થતાં ગત ઓક્ટોબર માસથી નફીસા સાથે વધુ ગાઢ સંબંધ બંધાયા હતા.
ચકચારી નફીસા આપઘાત કેસમાં તેનો વોન્ટેડ પ્રેમી રમીઝ શેખ પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ સમક્ષ અમદાવાદના રમીઝ શેખે લૂલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, નફીસા ખોખરને અન્ય યુવકો સાથે સંબંધો હોવાથી મેં લગ્ન કરવાનો વિચાર માંડી વાળ્યો હતો. પોલીસે તેની ગહન પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસ સમક્ષ રમીઝે જણાવ્યું હતું કે, 5 વર્ષ અગાઉ કોમન ફ્રેન્ડ દ્વારા તે નફીસા ખોખરના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ એક ખાનગી કંપનીમાં આણંદમાં પોસ્ટિંગ થતાં ગત ઓક્ટોબર માસથી નફીસા સાથે વધુ ગાઢ સંબંધ બંધાયા હતા. આણંદ બદલી થતાં તે વધુ વડોદરા આવવા લાગ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા.
રમીઝે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે, માર્ચ-એપ્રિલ માસમાં મને ફ્રેન્ડ સર્કલમાંથી જાણ થઇ હતી કે નફીસાના સંબંધો અન્ય યુવકો સાથે પણ છે એટલે તેને કહ્યું હતું કે તારે અન્ય યુવકો સાથે શારીરિક સંબંધ પણ છે પછી હું તારી સાથે કેવી રીતે લગ્ન કરું ? ત્યારે નફીસાએ કહ્યું હતું કે, હું હવે સંબંધ તોડી નાખીશ. જોકે રમીઝને નફીસાના અન્ય સાથે સંબંધ ન ગમતાં તેણે સંબંધ તોડી વાત કરવાનું બંધ કરી દીધું હતું. ઝોન-2ના ડીસીપી અભય સોનીએ જણાવ્યું હતું કે, અમે આ બાબતે વધુ પૂછપરછ કરી તપાસ કરી રહ્યા છીએ. જો કોઇ અન્ય મદદગાર હશે તો તેની પણ ધરપકડ કરવામાં આવશે.