અમદાવાદ,તા.૫
રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતાં ધોરણ ૧થી ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓ માટે સરકારે ર્નિણય નહીં લેતા વિરોધના સુર વહેતા થયાં છે. રાજ્યનાં ૪.૯૧ લાખ રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગ પણ કરવામાં આવી છે. ત્યારે આજે અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને સ્લોગનો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની માંગણીઓ વિશે કહ્યું હતું કે, અમને પણ માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.
આજે ૨૫થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જાે રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો. અમે પણ વિદ્યાર્થી જ છે. હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જાેઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ર્નિણય કરે છે તો રિપીટર્સ માટે પણ ર્નિણય લેવો જાેઈએ.