“જમીયત ઉલેમા-એ-હિંદ ગુજરાત”ના કાયદાકીય સલાહકાર અને પીડિતાના વકીલ વસીમ અબ્બાસીએ કોર્ટમાં પીડિતાનો પક્ષ રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે આ સામૂહિક બળાત્કાર કાવતરા હેઠળ કરવામાં આવ્યો હતો.
એડવોકેટ વસીમ અબ્બાસીની દલીલને યોગ્ય ઠેરવી બળાત્કારી પ્રકાશકુમાર સદાજી ઠાકુરની જામીન અરજી નામંજૂર કરી હતી.
“જમીયત ઉલમા-એ-હિન્દ ગુજરાત” સામૂહિક બળાત્કારની ઘટનામાં પહેલા દિવસથી પીડિતાના પરિવારની પડખે ઉભી છે.
“જમીયત ઉલેમા-એ-હિંદ ગુજરાત” ગેંગ રેપ પીડિતા બાળકીના ન્યાય માટે કોર્ટમાં લડત ચલાવી રહી છે. જમીયત ઉલમા-એ-હિન્દ, ગુજરાત ધોળકામાં 14 વર્ષની બાળકી સાથે બનેલી સામૂહિક બળાત્કારની ઘટનામાં પહેલા દિવસથી પીડિતાના પરિવારની પડખે ઉભી છે. આરોપી શિવરાજ સેદાજી ઠાકોર સામે અને અન્ય આરોપીઓ પર બળાત્કાર અને પોક્સોની કલમો દાખલ કરવામાં આવી હતી. ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ ધોળકા ટાઉન પોલીસ સ્ટેશને 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જે બાદ ધોળકા ટાઉન પોલીસે આ 8 આરોપીઓ સામે મજબુત પુરાવાઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી હતી.
ત્યારબાદ આરોપી પ્રકાશકુમાર સદાજી ઠાકોર કે જે આ કેસના આરોપી નં.2 છે તેના વતી આ કેસમાં ખોટી હકીકતો રજુ કરી હતી અને ચાર્જશીટમાં રજૂ કરાયેલા પુરાવાઓને ખોટા ઠેરવીને કોર્ટમાંથી જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જમીયત ઉલેમા-એ-હિંદ ગુજરાતના કાયદાકીય સલાહકાર અને પીડિતાના વકીલ વસીમ અબ્બાસીએ
કોર્ટમાં પીડિતાનો પક્ષ રજૂ કરતા કોર્ટને જણાવ્યું હતું કે આ સામૂહિક બળાત્કાર કાવતરા હેઠળ કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓ સગીર વયની બાળકીને લાલચ આપીને અને ધાકધમકી આપીને ગામથી દૂર ખેતરમાં લઈ ગયા હતા અને સામૂહિક દુષ્કર્મ આચરી બાળકીને રસ્તામાં છોડી દીધી હતી. આરોપીઓ વિરૂદ્ધ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને સીસીટીવી ફૂટેજ છે. જે બાદ ધોળકા એડી.ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ શ્રી એસ.પી.શંકરે એડવોકેટ વસીમ અબ્બાસીની દલીલને યોગ્ય ઠેરવી બળાત્કારી પ્રકાશકુમાર સદાજી ઠાકુરની જામીન અરજી નામંજૂર કરી હતી.