અમદાવાદ,
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જણાવે છે કે, ગઈ કાલે મેં પ્રેસ રિલીસ કરીને કુખ્યાત અપરાધી અતિક અહેમદ અને અસદુદ્દીન ઓવૈસીની મુલાકાત બાબતનો ઘટસ્પોટ કર્યો હતો. અતિક અહેમદ એક હાઈ-પ્રોફાઈલ ગુનેગાર છે. ઉત્તર-પ્રદેશની સરકારે કેન્દ્ર સરકારની મંજૂરીથી તેને ગુજરાતની જેલમાં ટ્રાંસફર કર્યો છે. અતિક અહેમદની મુલાકાત લેવી હોય તો એના પરિવાર સિવાય કોઈને મંજૂરી મળે નહિ. જયારે અસદદુદીન ઓવૈસી થર્ડ પાર્ટી હોવા છતાં 4 દિવસ પેહલા મુલાકાત માટેની મંજૂરી માંગે છે. ત્યારે તાત્કાલિક જેલ IG ગુજરાત, હોમ ડીપાર્ટમેન્ટમાં મોકલી આપે છે. હોમ ડીપાર્ટમેન્ટ તેને તરત કેન્દ્ર સરકારમાં મોકલી આપે છે. મંજૂરી માટે અને કેન્દ્ર સરકારની મંજૂરી તેને તાત્કાલિક મળી પણ જાય છે. પછી મંજૂરી ઉત્તર પ્રદેશ યોગી સરકારમાં મંજૂરી માટે જાય છે ત્યાં પણ મંજૂરી મળી જાય છે અને મંજૂરી પરત ગુજરાત સરકાર પાસે આવે છે અને ગુજરાત સરકાર પણ તેને મંજૂરી આપી દે છે. ફક્ત 3 દિવસમાં આખી મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થાય છે. આગળ ધારાસભ્ય શેખ પ્રશ્ન કરે છે કે,
એવા તો કયા કારણો છે???
અસદદુદ્દીન ઓવેસી પ્રત્યે BJPને એવો તો કેવો પ્રેમ છે???
અતિક અહેમદ અને ઓવૈસીની મુલાકાત કરાવાનો એવો તો કયો કારણ છે???
કારણ ફક્ત એક જ છે UPની ચૂંટણીને ધ્યાને લઇ મુસ્લિમ મતોના વિભાજન કરવા માટે અતિક અહેમદનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને ઓવૈસીને હાથો બનાવી BJPના રિમોટ કંટ્રોલથી UPમાં મુસ્લિમ ઉંમેદવાર ઉભા રાખવાનો પ્રયાસ થઇ રહ્યો છે. એના જ ભાગરૂપે આ મુલાકાતનો આયોજન કરવામાં આવ્યો હતો. પરંતુ જયારે મને જાણ થઇ તો મેં તાત્કાલિક ગૃહ વિભાગમાં અને અહમદાવાદ પોલીસમાં તપાસ કરી તો ગઈ કાલ સવારે મને માહિતી મળી કે મુલાકાતને મંજૂરી આપી દેવામાં આવી છે. સાબિર કાબલીવાલાએ પોતાના લેટરપેડ પર પણ મંજૂરીની જાહેરાત કરી હતી અને સમગ્ર ટાઈમ ટેબલ પણ જણાવ્યું હતું. એટલે સાબિત થાય છે કે મંજૂરી મળી ગઇ હતી.
પરંતુ જયારે મેં પ્રેસ રિલીસ કરીને ગંભીર આક્ષેપો કર્યા BJP અને અસદદુદ્દીન ઓવૈસીની મીલીભગત છે. BJP ઓવૈસીનો ઉપયોગ ઓક્સિજનની જેમ દેશમાં અને UPમાં કરવા માંગે છે એના ભાગરૂપે આ મુલાકાત થવા જઈ રહી છે. એવા તો ક્યાં કારણ છે અતિક અહેમદ પર 268 લાગેલી છે એના પરિવાર જનો પણ મુલાકાત કરી સકતા નથી છતાં થર્ડ પાર્ટીને એટલે ઓવૈસીને આટલી ઝડપે આખી પ્રોસેસ કરીને કેમ મંજૂરી આપી દેવામાં આવે છે??? જયારે BJPને ડર લાગ્યો કે અમારી આખી સાઝિશનો પરદાફાસ થઇ ગયો છે એટલે તાત્કાલિક BJPએ ફેસ-સેવિંગ માટે જેલ IGને ગાંધીનગર બોલાવી રાત્રે 9 વાગે જે મંજૂરી આપવામાં આવી હતી એને રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો.