ડીજીપીએ ખોટી ચિંતા ન કરવા અને કાનૂની પાસાઓને તપાસીને યોગ્ય આદેશ કરવામા આવશે એવું જણાવ્યું હતું.
અમદાવાદ,તા.૧૬
ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને કુરેશ જમાતના આગેવાનોએ આજરોજ ગાંધીનગર ખાતે રાજયના ડીજીપી (DGP) આશિષ ભાટિયા સાથે રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરી હતી.
નર અને માદા ભેંસો તથા ભેંસોના પાડયા અંગે ગુનો દાખલ થાય તો પાસા હેઠળ ગુનો દાખલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેનો વિરોધ કરીને ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને કુરેશ જમાતના આગેવાનોએ રાજયના ડીજીપી (DGP) આશિષ ભાટિયાને ગાંધીનગર ખાતે રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે, આગામી “બકરીઇદ”ના તહેવાર સંદર્ભે આ પરિપત્રના હિસાબે સમગ્ર ગુજરાતમાં ભયનો માહોલ પેદા થયો છે. જેના પ્રત્યુતરમાં ડીજીપી આશિષ ભાટિયાએ ખોટી ચિંતા ન કરવા અને કાનૂની પાસાઓને તપાસીને યોગ્ય આદેશ કરવામા આવશે એવું જણાવ્યું હતું.