ત્રીજી સંતાન હોવાને કારણે મહિલાને નગર નિગમે પ્રસૂતિ રજા આપવાની ના પાડી છે.
બાળકે અરજીમાં માતાને પ્રસૂતિ રજા આપવાની માંગ કરી છે.
નવીદિલ્હી,તા.૦૭
માતાના પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત કરવામાં આવેલા ત્રણ મહિનાના બાળકે કોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. આ મામલે હાઈકોર્ટે બાળકની અરજી પર જવાબ દાખલ ન કરવા પર કડક વલણ અપનાવ્યું છે. તેને ગંભીરતાથી લેતા કોર્ટે ઉત્તર દિલ્હીના નગર નિગમ તેમજ અન્ય પક્ષકારોને વન વિભાગ સમક્ષ ૨૫ હજાર રૂપિયા જમા કરાવાની શરત પર જવાબ દાખલ કરવા માટે તક આપી છે.
બાળકે વકીલના માધ્યમથી દાખલ અરજીમાં કહ્યું છે કે, તેની માતા ઉત્તર દિલ્હી નગર નિગમની કર્મચારી છે. સાથે જ કહ્યું છે કે આ બાળક માતા-પિતાની ત્રીજી સંતાન હોવાને કારણે તે તેની માતાના પ્રેમ, સ્નેહ અને દેખરેખથી વંચિત થઈ ગયો છે. કેમ કે તેના એમ્પ્લોયરે તેણીને પ્રસૂતિ રજા આપવાની ના પાડી દીધી છે. જે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. ત્રીજી સંતાન હોવાને કારણે મહિલાને નગર નિગમે પ્રસૂતિ રજા આપવાની ના પાડી છે. જસ્ટિસ નઝ્મી વઝીરી તેમજ સ્વર્ણકાંતા શર્માની બેન્ચે કહ્યું છે કે અગાઉની સુનાવણી પર નોટિસ સ્વિકાર કર્યા બાદ પણ નગર નિગમ અને અન્ય પ્રતિવાદિયોએ જવાબ આપ્યો નથી. જ્યારે આ ઘણો ગંભીર મામલો છે. બેન્ચે કહ્યું કે આ મામલો તાકીદનો છે કારણ કે નાની ઉંમરે અરજદારને પીડા ભોગવવી પડે છે જ્યારે પ્રત્યેક વિતતા દિવસની સાથે તે તેની માતાના પ્રેમ તેમજ સાળસંભાળથી વંચિત થઈ રહ્યો છે.
અરજીકર્તાએ અરજીમાં માતા-પિતાનો પ્રેમ મેળવવા માટે ભારતના બંધારણની કલમ ૧૪ અને ૨૧ હેઠળ પોતાના અધિકારોનો દાવો કર્યો છે. બાળકે અરજીમાં માતાને પ્રસૂતિ રજા આપવાની માંગ કરી છે. બીજી તરફ એનડીએમસીએ કેન્દ્રીય સિવિલ સેવા ૧૯૭૨ના નિયમ ૪૩(૧) પર પોતાના ર્નિણયનો આધાર ગણાવ્યો કે બેથી ઓછા જીવિત બાળકોવાળી મહિલા જે સરકારી કર્મચારી હોય તેને ૧૮૦ દિવસ માટે પ્રસૂતિ રજા આપી શકાય છે. આ મામલે કોર્ટે કાયદાકીય અભિપ્રાય આપવા માટે વકીલ શાહરૂખ આલમને ન્યાય મિત્ર નિયુક્ત કર્યા છે. કોર્ટે વન સંરક્ષણને એનડીએમસી તેમજ અન્ય દ્વારા આપવામાં આવેલા પૈસાથી વૃક્ષ લગાવવાનો આદેશ આપ્યો છે. સાથે જ કહ્યું છે કે, વૃક્ષની લંબાઈ છ ફૂટથી ઓછી ન હોવી જાેઇએ. આ વૃક્ષ દક્ષિણ ભાગમાં લગાવવાનો આદેશ આપ્યો છે.
Wow, amazing blog structure! How lengthy have you been running a blog for?
you make blogging glance easy. The whole glance of your site is fantastic, as well as the content!
You can see similar here najlepszy sklep
Hello, I enjoy reading all of your article. I like to write a little comment to support you.
I saw similar here: Sklep
Hi there! Do you know if they make any plugins to
assist with Search Engine Optimization? I’m trying to get my
blog to rank for some targeted keywords but I’m not seeing
very good results. If you know of any please share.
Appreciate it! You can read similar article here: E-commerce