ઉત્તરીય વિસ્તારોમાં ઉત્તરાખંડ અને અન્ય પર્વતીય રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. ઉત્તરાખંડના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અહીં, દિલ્હી NCR અને યુપીના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.
દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર ચોમાસું સક્રીય થયું છે. ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે મંગળવારે કેટલાક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં સતત વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હી NCRમાં વરસાદની સંભાવના છે. ત્યારે ગુજરાત અને ઓડિશાના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, આજે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જિલ્લામાં સતત પડી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ભોપાલ કલેકટરે આજે તમામ સરકારી, ખાનગી, નવોદય અને CBSE શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે રજા જાહેર કરી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર વિસ્તારને કારણે નવેસરથી વરસાદનો દોર જારી રહ્યો છે. જેના કારણે આસપાસના રાજ્યોમાં ભારેથી મધ્યમ વરસાદ થઈ રહ્યો છે. ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બંગાળમાં ચોમાસું સક્રિય છે. ઓડિશાના 4 જિલ્લા નબરંગપુર, નૌપાડા, બોલાંગીર અને બરઘમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.