(રીઝવાન આંબલીયા)
1986થી કુરિયર ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા મેનેજિંગ ડાયરેક્ટર અનિલ સીનકરે 2001માં ક્રિટિકલ મુવમેન્ટ લોજિસ્ટિકનો પ્રારંભ કર્યો હતો.
કસ્ટમરને કસ્ટમાઈઝ સર્વિસ (ટેલરમેટ) આપવી, બેરોજગારોને રોજગારી આપવી, બિઝનેસમેનને એક્સ્ટ્રા ઇન્કમ માટે લાઈન, કંપનીનો પહેલો ઉદ્દેશ છે.
અમદાવાદ….
શહેરમાં અગાઉથી અસંખ્ય કુરિયર અને લોજિસ્ટિક કંપનીઓ કાર્યરત છે. છતાં પણ આવી કંપનીઓ સાથે બાથ ભીડવા IWAY લોજિસ્ટિક સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદમાં શરૂ થઈ રહી છે અને તેમનો ઉદ્દેશ સૌપ્રથમ કસ્ટમરને કસ્ટમાઈઝિંગ સર્વિસ પૂરી પાડવાનો છે.
આ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અનિલ સીનકર અને ડાયરેક્ટર તરીકે અલય દોશી કાર્યરત છે. તેમાં જોઈએ તો અનિલ સીનકર 1986થી કુરિયર કંપની સાથે જોડાયેલા છે. જેનો તેમને બહોળો અનુભવ છે. તે સમયે ડોક્યુમેન્ટ સર્વિસની બોલબાલા હતી. ત્યારબાદ માર્કેટમાં એટલે કે, આઇટી ઇન્ડસ્ટ્રીઝમાં બદલાવ આવતો ગયો અને આ ઇન્ડસ્ટ્રીઝ ડેવલોપ થવા લાગી તેનો વિસ્તાર વધવા લાગતા કુરિયર કંપનીની સર્વિસમાં પણ વધારો થવા લાગ્યો. બિઝનેસમેનો કંઈક અલગ સર્વિસ માંગતા હતા. જેથી ડાયરેક્ટર અનીલ સીનકરે 2001માં ID EXPRESS લોજિસ્ટિક સેવાનો પ્રારંભ કર્યો. જે દેશમાં અને કુરિયર જગતમાં એક નવો જ વિચાર હતો અને માર્કેટમાં લોજિસ્ટિક સર્વિસ શરૂ કરનાર આ એક જ કંપની હતી.
ID EXPRESS એ ટૂંક સમયમાં તેમની સર્વિસની પાંખમાં વધારો કર્યો હતો અને બહોળો કસ્ટમર વર્ગ મેળવ્યો હતો. જેના કારણે 2005માં NFO (નેક્સ્ટ ફ્લાઈટ આઉટ) સર્વિસ શરૂ કરી તેનો પણ કસ્ટમર વર્ગે મોટા પ્રમાણમાં લાભ લીધો હતો. કંપનીનું નામ દેશના ખૂણે ખૂણે થવા લાગ્યું અને નવી નવી ઓફરો પણ મળવા લાગી હતી. જેના કારણે 2019માં આ લોજિસ્ટિક સર્વિસ મારફત બ્લડ સેમ્પલ, પ્લાઝમા સેમ્પલ, કોલ્ડ ચેઈન હેઠળ 2700 પીનકોડ વાળા શહેરોમાં ડીલેવરી શરૂ કરી હતી.
હવે આ નવા વિસ્તાર અને IWAY લોજિસ્ટિક સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના નવા નામથી ભારતભરમાં ઓળખાશું. આ કંપની હેઠળ હવે હેન્ડ કેરી, ડાયરેક્ટ વિકલ અને એર દ્વારા સર્વિસનો લાભ મળશે. સર્વિસ માટે આ કંપની પાસે પોતાના વ્હિકલ કાર્યરત છે. તેમજ દેશભરમાં 68 કંપનીની પોતાની શાખાઓ અને ફ્રેન્ચાઇઝી નેટવર્ક સાથે 12054 જેટલા સર્વિસેબલ પીનકોડ પર કામ કરશે.
ખાસ કરીને જોઈએ તો આ કંપનીનો ઉદ્દેશ કંઈક અલગ છે. કસ્ટમરને કસ્ટમાઇઝ સર્વિસ આપવા તો માંગે જ છે. પરંતુ બેરોજગારોને રોજગારી અને બિઝનેસમેનોને એક્સ્ટ્રા ઇન્કમની પણ તક આપવા તૈયાર છે. ભારત સરકાર દેશને ડિજિટલ યુગ તરફ લઇ જવા માંગે છે. ત્યારે આ કુરિયર અને લોજિસ્ટિક કંપનીને પણ ડિજિટલી બનાવવા IWAY કટિબદ્ધ છે.