Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

દુનિયા કોરોનાની ત્રીજી લહેરના શરૂઆતના તબક્કામાં : WHO

WHOની ડેલ્ટા વેરિઅન્ટ પર ગંભીર ચેતવણી

જિનિવા,તા.૧૫

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખ ટેડ્રોસ અધનોમે ચેતવણી આપી છે કે દુનિયા કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆતના તબક્કામાં પહોંચી ગયું છે. દુનિયાભરમાં ડેલ્ટા વેરિએન્ટના કહેરની વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા પ્રમુખે આ તાજી ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આપણે કોરોનાની ત્રીજી લહેરના શરૂઆતના તબક્કામાં પહોંચી ગયા છીએ. તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ હવે દુનિયાના ૧૧૧થી વધુ દેશોમાં પહોંચી ગયો છે.

ટેડ્રોસે કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ અંગે અમે અપેક્ષા કરી રહ્યા છે કે જાે અત્યારે નથી તો આ ટૂંક સમયમાં જ આખી દુનિયા સૌથી પ્રભાવિત વેરિઅન્ટ બની જશે. તેમણે કહ્યું કે કોરોના વાયરસ સતત ડેવલપ થઇ રહ્યો છે અને પોતાનું સ્વરૂપ બદલી રહ્યું છે. તેના લીધે વધુ સંક્રમણ ફેલાવનાર વેરિઅન્ટ દુનિયામાં આવી રહ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખે કહ્યું કે વેકસીન મૂકાવાથી થોડોક સમય કોરોના વાયરસના કેસમાં ઘટાડો આવ્યો હતો પરંતુ હવે ફરીથી આ વધવા લાગ્યો છે. છેલ્લાં ચાર સપ્તાહથી પાંચ વિસ્તારોમાં કોરોના વાયરસના કેસ વધી ગયા છે. એટલું જ નહીં દુનિયામા ૧૦ સપ્તાહ સુધી મોતની સંખ્યામાં ઘટાડો આવ્યા બાદ ફરી એક વખત આ આંકડો વધવા લાગ્યો છે. આ બધાની વચ્ચે કોરોનાના વૈશ્વિક કેસ વધીને ૧૮.૮૨ કરોડ થઇ ચૂકયા છે. જ્યારે આ મહામારીથી ૪૦.૫ લાખથી વધુ લોકોના મોત થઇ ચૂકયા છે.

સંક્રમણની બાબતમાં ભારત ૩૦,૯૪૬,૦૭૪ કેસની સાથે બીજા નંબર પર છે. સીએસએસઇના મતે ૩૦ લાખથી વધુ કેસવાળા અન્ય સૌથી ખરાબ સ્થિતિ વાળા દેશ બ્રાઝિલ (૧૯,૨૦૯,૭૨૯), ફ્રાન્સ (૫,૮૮૪,૩૯૫), રૂસ(૫,૭૮૫,૫૪૨), તુર્કી (૫,૫૦૦,૧૫૧), યુકે (૫,૨૫૨,૪૪૩), આજેર્ન્ટિના (૪,૭૦૨,૬૫૭), કોલંબિયા (૪,૫૬૫,૩૭૨), ઇટલી (૪,૨૭૫,૮૪૬) છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *