બોલિવૂડના ખ્યાતનામ અભિનેતા (યુસુફ સાહબ) દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું છે. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ICUમાં હતા. ઉલ્લેખનીય છે કે 6 જૂનના રોજ દિલીપ કુમારને એડમિટ કરવામાં આવ્યા હતા અને તેમને 11 જૂનના રોજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. આજે દિલીપ કુમારના નિધનના સમાચાર તેમના જ ટ્વિટર હેન્ડલથી ફૈઝલ ફારુખીએ(દિલીપ કુમારના મિત્ર) આપ્યા હતા. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી.
બોલિવૂડના 98 વર્ષીય ‘ટ્રેજેડી કિંગ’ દિલીપ કુમારના નિધન પછી ફિલ્મ જગત અને દેશમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. દેશના ઘણા દિગ્ગજો પણ દિલીપ કુમારની યાદમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને પોતાનું દુઃખ પ્રગટ કરી રહ્યા છે.