ત્રણ દરવાજા-લાલ દરવાજાના બજારમાં ખરીદી કરવી પોતાનામાં એક મજાની ક્ષણ હોય છે, અહીં ગરીબ માણસ થોડા પૈસા લઈને આવે તો પણ તેની તહેવારની ખરીદી તેના બજેટમાં થઇ જાય છે, અને ખીલખિલાતે ચેહરે ઘરે જાય છે.
કપડાં, ઘરવખરી, ઈમિટેશન જ્વેલરી, ફૂટવેર અને એસેસરીની ખરીદી માટે કિડીયારું ઉભરાયું
અમદાવાદ,તા.૦૭
દિવાળીનો તહેવાર એટલે દરેક ક્ષેત્રમાં તેજીનો અવસર… બજારોમાં જેટલી રોનક દિવાળીમાં હોય છે, તેટલી રોનક ભાગ્યે જ બીજા કોઈ તહેવારમાં જાેવા મળે છે. આ વખતે પણ બજારોમાં ખરીદીનો ઝગમગાટ જામી ચૂક્યો છે. બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે. જેનાથી નાના અને મોટા વેપારીઓને મોટી રાહત મળી છે.

આ સાથે વાત કરીએ અમદાવાદના જાણીતા ત્રણ દરવાજા અને લાલ દરવાજાના બજારમાં કપડાં, ઘરવખરી, ઈમિટેશન જ્વેલરી, ફૂટવેર અને એસેસરીની ખરીદી માટે અહીં કિડીયારું ઉભરાય છે. વર્ષોથી અન્ય જિલ્લામાંથી પણ લોકો અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે. ત્રણ દરવાજા-લાલ દરવાજાના બજારમાં ખરીદી કરવી પોતાનામાં એક મજાની ક્ષણ હોય છે, અહીં ગરીબ માણસ થોડા પૈસા લઈને આવે તો પણ તેની તહેવારની ખરીદી તેના બજેટમાં થઇ જાય છે, અને ખીલખિલાતે ચેહરે ઘરે જાય છે.

તો બીજી તરફ અહીં સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે. જાે તમે સાવચેત નહીં રહો તો ખિસ્સા કાતરુઓ પોતાનું પોત પ્રકાશી જશે અને તમારી પાસે ખરીદી માટે પૈસા જ નહીં રહે, અથવા તો ખરીદેલી વસ્તુઓ ગાયબ થઈ જશે. આ જ કારણ છે કે, દિવાળીની ખરીદી વચ્ચે પોલીસ જાગૃતિ અભિયાન ચલાવતી હોય છે. ભીડ વચ્ચે સાદા કપડામાં પોલીસ લોકોને સાવચેત કરે છે.