દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ફેન્સ માટે દુખદ સમાચાર સામે આવ્યા છે. દિલીપ કુમારની તબિયત ફરી એકવાર કથળી છે. અભિનેતાને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ માહિતી તેમની પત્ની અને પીઢ અભિનેત્રી સાયરા બાનુએ આપી છે.
સમાચાર સંસ્થા સાથે વાત કરતા દિલીપ કુમારની પત્ની સાયરા બાનુએ કહ્યું હતું કે અમે હોસ્પિટલથી ઘર આવી ગયા છીએ. દિલીપ કુમારની તબિયત હમણા સ્થિર છે. સાયરા બાનુએ દિલીપ કુમારની સારી તબિયત માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું. બાદમાં જણાવવામાં આવ્યું કે રૂટીન ચેકઅપ માટે દિલીપ કુમારને હોસ્પિટલ લઇ જવાયા હતા. સાયરા બાનુએ કહ્યું હતું કે ભગવાનની કૃપાથી જો બધુ બરાબર રહે છે તો અમે રવિવારે જ હિન્દુજા નોન કોવિડ હોસ્પિટલથી દિલીપ કુમાર સાથે ઘરે જઈશું. તેમને કહ્યું કે મુંબઈમાં કોરોના વધતા જતા કેસો વચ્ચે કોઈ પણ કારણોસર હોસ્પિટલમાં જવું જોખમી છે. આશા છે કે દિલીપ કુમાર સ્વસ્થ થઈ જશે અને જલ્દીથી સલામત રીતે પોતાના ઘરે પાછા જશે. દિલીપ કુમારની તબિયત જોઈને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂરિયાત અનુભવાઈ. ડોકટરો નિયમિતપણે તેમની તપાસ કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે દિલીપ કુમારની ઉંમર 98 વર્ષ છે. તેમની તબિયત હમણાં વારંવાર બગડી રહી છે. ગયા મહીને જ અહેવાલ આવ્યા હતા કે તબિયત લથડતા દિલીપ કુમારને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. ડોકટરોની દેખરેખમાં તેમની સારવાર થઇ રહી હતી. જોકે એ સમયે તેમને જલ્દી જ ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા અને ત્યાર બાદ સ્વાસ્થ્ય સ્થિર હતું.