જો તમે પણ રોજ આ ડ્રિંક પીવો છો તો આજે જ છોડી દેજો નહિં તો આ તકલીફો તમારા શરીરમાં એન્ટ્રી કરવા લાગશે.
ઘણાં લોકોને કોફી પીવી ગમતી હોય છે તો કોઇને ચા. આમ, કોઇને કોલ્ડ્રિંક પસંદ હોય તો કોઇને જ્યૂસ. કેટલાક લિક્વિડ પદાર્થ સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે તો કેટલાક સ્વાસ્થ્ય માટે ખરાબ સાબિત થાય છે. આમ, જો વાત કરીએ તો મોટાભાગના લોકોને કોફી પીવી ગમતી હોય છે. ઘણાં લોકોને દિવસની શરૂઆત એક કપ કોફીથી થતી હોય છે. ઇન્ડિયા સહિત દુનિયાભરમાં કોફી પીવાની ડિમાન્ડ વધારે પ્રમાણમાં છે. એક કપ સ્ટ્રોંગ કોફી પીવાથી શરીરમાં તાજગી આવી જાય છે.
કોફી દુનિયાની સૌથી ફેમસ ડ્રિંક્સમાંથી એક છે. એક અહેવાલમાં જાણવા મળ્યુ છે કે કોફીના સેવનથી કેટલીક ગંભીર બીમારીઓ થઇ શકે છે જેમ કે…ટાઇપ 2 ડાયાબિટીસ, ફેટી લીવર ડિસીઝ અને કેટલાક કેન્સર થવાના ચાન્સિસ વધી જાય છે. આમ, કોફી પીવાથી આંખોની રોશની પણ જઇ શકે છે.
આમ, તમને જણાવી દઇએ કે વધારે કોફી પીવાથી ગ્લુકોમા એટલે કે મોતિયો પણ આવી શકે છે. આ સામાન્ય આંખની સ્થિતિ છે પરંતુ આ સમસ્યાની જલદી સારવાર કરવામાં ન આવે તો આંખોની રોશની જઇ શકે છે અને દેખાવાનું પણ બંધ થઇ શકે છે. આ વિશે એક્સપર્ટનું કહેવું છે કે, કોફીમાં વધારે માત્રામાં કેફીન હોય છે આ માટે દિવસમાં એક કે બે કરતા વધારે કોફી પીવી જોઇએ નહિં. જો કોઇ વ્યક્તિ વધારે માત્રામાં કોફી પીવે છે તો મોતિયાબિંદનું જોખમ વધી જાય છે.
જો કે કેફીનયુક્ત ડ્રિંકથી બ્લડપ્રેશર વધી જાય છે જેના કારણે આંખોમાં દબાણ વધી જાય છે. જો કોઇની આંખોમાં સતત દબાણ વધે છે તો મોતિયાબિંદ હોઇ શકે છે. મોતિયાબિંદ દુનિયામાં સૌથી વધારે આંધળાપણાંનું કારણ માનવામાં આવે છે. એક રિસર્ચ મુજબ ત્રણ કપથી વધારે કોફી પીવાથી એક્સફોલિએશન ગ્લુકોમાનું જોખમ વધી ગયુ હતુ. મોતિયાબિંદ ત્યારે થાય છે જ્યારે શરીરમાં લિક્વિડનું નિર્માણ થાય છે અને એનાથી આંખ ઓપ્ટિક નસોમાં દબાણ વધારી દે છે, પરંતુ આ જરૂરી નથી કે વધારે કોફી પીવાથી મોતિયાબિંદ થાય જ…