સુરત,
સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી તસ્કરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ભગવાનના મંદિરો પણ તસ્કરોના નિશાન પર છે. તસ્કરો દ્વારા મંદિરમાં ચોરી કરવાની ઘટનાઓના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે પણ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા માતાજીના મંદિરમાં પહેલા ચોરી કરવા આવેલા તસ્કરોને માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ માતાજીની મૂર્તિ ઉપર રહેલા દાગીનાની ચોરી કરી હતી. જાે કે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતાં હવે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સાથે ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરોના આંતક દિનપ્રતિદિન વધી રહ્યો છે તે મકાન દુકાન હોય ગમે તે જગ્યા હોય તેણે પોતાનું નિશાન બનાવી ચોરી કરતા હોય છે જાેકે તસ્કરો ચોરી કરે છે ત્યારે મંદિરો પણ તેમાં બાદ નથી આ મંદિરોમાંથી ભગવાનના દાગીના સહિત મૂર્તિની ચોરી અને ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે ત્યારે ચોરીની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે તેને લઈને ચકચાર મચી જવા પામી છે. કારણ કે અહીંયા જ તસ્કરો ચોરી કરવા તો પહોંચ્યા છે પણ ચોરી કરતા પહેલા માતાના ભક્ત એવા આપજાે કરો પહેલા માતાજીના દર્શન કરે છે અને ત્યારબાદ તેના સતત માતાજીની મૂર્તિ પર રહેલા દાગીનાની ચોરી કરી ફરાર થઈ જાય છે.
જાેકે, વહેલી સવારે ૩ વાગ્યાથી લઈને વચ્ચેની આ ઘટના નજીકમાં આવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી અને આ સીસીટીવી મીડિયામાં વાઇરલ થયા ત્યારે તેમની ભક્તિ જાેઈને લોકો પણ એક વખત દંગ થઈ ગયા હતા.