Safeer News

Breaking News from Ahmedabad

Tech દુનિયા

…જ્યારે મૃત મહિલાએ તેના અંતિમ સંસ્કારમાં હાજર લોકો સાથે વાત કરવાનું કર્યું શરૂ, AIથી થયો ચમત્કાર !

ટેકનોલોજી ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ કારણે ઘણી એવી વાતો પણ કરવામાં આવી રહી છે જેના પર લોકો વિશ્વાસ નથી કરતા. આવા જ એક નવા સમાચાર સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક મહિલા પોતાના અંતિમ સંસ્કારમાં લોકો સાથે વાત કરી રહી હતી. AIની મદદથી આ શક્ય બન્યું.

કલ્પના કરો કે તમે કોઈ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કારમાં ગયા છો અને તમને તેની સાથે વાત કરવાનો મોકો મળે છે. આ અશક્ય લાગશે. પરંતુ, આ અશક્ય કામ પણ ટેક્નોલોજીની મદદથી શક્ય બન્યું. આ માટે “આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ” અથવા AIની મદદ લેવામાં આવી હતી. આ ઘટના ઈંગ્લેન્ડની કહેવાય છે. હોલોકોસ્ટ પ્રચારક મરિના સ્મિથ MBEએ તેના પોતાના અંતિમ સંસ્કારમાં ભાષણ આપ્યું હતું. એટલું જ નહીં તેમણે ત્યાં હાજર લોકોના સવાલોના જવાબ પણ આપ્યા. તેમનો જન્મ 16 નવેમ્બર 1934ના રોજ કોલકાતા, ભારતમાં થયો હતો.

હોલોગ્રામની મદદથી વિડિયો બતાવવામાં આવ્યો

જૂન 2022માં તેમનું અવસાન થયું. પરંતુ હોલોગ્રામની મદદથી તેમનો વીડિયો બતાવવામાં આવ્યો હતો. જેના કારણે જોનારા લોકોને લાગ્યું કે તે જીવતા છે. AI-સંચાલિત હોલોગ્રાફિક વિડિયો ટૂલની મદદથી તેમણે ત્યાં હાજર લોકો સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન તેમણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા રહસ્યો પણ જણાવ્યા. શ્રીમતી સ્મિથ ધ નેશનલ હોલોકોસ્ટ સેન્ટર અને મ્યુઝિયમના સહ-સ્થાપક હતા. આ ટેક્નોલોજી અપનાવીને તે પોતાના અંતિમ સંસ્કારમાં હાજર રહેનારી પ્રથમ મહિલા બની છે. એક રિપોર્ટ અનુસાર, AI સંચાલિત વીડિયો પ્લેટફોર્મ સ્ટોરીફાઈલે આ વીડિયો ટેક્નોલોજી બનાવી છે. સ્ટોરીફાઈલના સીઈઓ અને કો-ફાઉન્ડર સ્ટીફન સ્મિથે જણાવ્યું કે તેમની માતા મરિના સ્મિથે આ ટેક્નોલોજીને સૌથી પહેલા અપનાવી હતી. આ સ્ટાર્ટઅપ વર્ષ 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું. આની મદદથી લોકો વીડિયો બનાવી શકે છે અને AIની મદદથી યોગ્ય વીડિયો ક્લિપ દર્શકોની સામે ચાલે છે. એટલે કે વિડિયો ક્લિપ્સ અગાઉથી તૈયાર કરીને સાચવવામાં આવી હતી.

આ સાથે, જ્યારે લોકો તેમને પ્રશ્નો પૂછતા હતા, ત્યારે AI તે મુજબ વિડિઓ ચલાવતું હતું. આ માટે, AIએ વીડિયોને નાની ક્લિપ્સમાં વહેંચી દીધી. આ માટે કંપનીએ સ્મિથ સાથે બે દિવસ વિતાવ્યા. જ્યાં તેનો વીડિયો તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે જીવન સાથે જોડાયેલી ઘણી માહિતી શેર કરી હતી.

સ્ટોરીફાઇલ કેવી રીતે કામ કરે છે?

સ્ટોરીફાઈલ ડીપફેક ટેકનોલોજીથી તદ્દન અલગ છે. તે વાસ્તવિક પૂર્વ-રેકોર્ડ કરેલા જવાબો દ્વારા પ્રશ્નોના જવાબ આપે છે. આ લોકોને વાસ્તવિક સમયમાં વાતચીત કરવાની મંજૂરી આપે છે. આ માટે કંપની ખાસ 3D ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત અત્યાધુનિક સાઉન્ડ ઇક્વિપમેન્ટ અને ડેપ્થ કિટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પછી, નિષ્ણાતોની ટીમ ફૂટેજ પર પ્રક્રિયા કરે છે. આમાં ક્લિપને ટેગ કરવાથી લઈને AIને તાલીમ આપવા સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. આ પ્રશ્નોના જવાબો સાથે. આ પછી ફાઈનલ પ્રોડક્ટ સ્ટોરીફાઈલ પ્લેટફોર્મ પર અપલોડ થાય છે. તે પછી તેનો ઉપયોગ કરી શકાય છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *