અમદાવાદના કુખ્યાત અબ્દુલ વહાબ ગેંગના મુખ્ય સૂત્રધાર નઝીર વોરા ઉપર ડીસીપી ઝોન-૭નાં ડીસીપી પ્રેમસૂખ ડેલુ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. હાલમાં લેન્ડ ગ્રેબિંગનાં ગુન્હામાં ધરપકડ થયેલ અને પોલીસ કસ્ટડીમાં રહેલ નામચીન નઝીર વોરાની વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હાજીબાવા કુઇ રોડ ખાતે ગેરકાયદેસર બાંધકામ કરીને કરોડો રૂપિયાની મિલ્કત ધરાવતી ૩ માળનું અલીઝા કોમ્પ્લેક્ષ ઉપર પોલીસ તથા AMC સાથે સયુંક્ત રીતે ડીમોલેશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નઝીર વોરા ઉપર અલગ અલગ પ્રકારના આશરે ૩૦ થી વધુ પ્રકારના ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે.