હાલના સમયમાં પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળતા જુદા-જુદા પ્રકારના કેન્સર જેવા કે, મોઢા-ગળાના કેન્સર, પેટ-આંતરડાના કેન્સર, સ્તન કેન્સર, સ્વરપેટીનુ કેન્સર, ગર્ભાશયના મુખનુ કેન્સર તથા અન્ય પ્રકારના કેન્સર રોગ માટે દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા ૧૫ માર્ચ થી ૨૦ માર્ચ સુધી નિશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જીસીએસ હોસ્પિટલના કેન્સર નિષ્ણાતો દ્વારા કેન્સરની સારવાર માટે નિઃશુલ્ક માર્ગદર્શન મળશે. આ નિઃશુલ્ક કેમ્પમાં નિષ્ણાંત કેન્સર ફિઝિશિયન ડો. કીર્તિભાઇ પટેલ, ડો. કલ્પેશ પ્રજાપતિ, ડો. નિધિ જૈન (હીમેટો ઓન્કોલોજીસ્ટ) તેમજ કેન્સર સર્જન ડો. દેવેન્દ્ર પરીખ, ડો. તનય શાહ અને ડો. આદિત્ય જોશીપુરા દ્વારા કેન્સર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન મળશે. આ કેમ્પમાં ભાગ લેવા દર્દીઓ ૦૭૯ ૬૬૦૪ ૮૧૭૧ / ૮૨૦૦૮ ૧૨૮૩૩ પર રજીસ્ટ્રેશન કરાઈ શકે છે. જીસીએસ હોસ્પિટલમાં મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને ‘આયુષ્માન ભારત’ યોજનાના કાર્ડધારકો માટે નિઃશુલ્ક ઓપરેશન-સારવારની સુવિધા ઉપલબ્ધ છે. જીસીએસ હોસ્પિટલ એ દ્ગછમ્ૐ સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) ૧૦૦૦-બેડની હોસ્પિટલ છે. જીસીએસ હોસ્પિટલ હવે સંપૂર્ણપણે નોન-કોવિડ હોસ્પિટલ છે જ્યાં સાવચેતીના તમામ જરૂરી પગલાં સાથે બધી જ જનરલ અને સુપર-સ્પેશિયાલિટીઓમાં દર્દીઓની સુરક્ષિત સારવાર નિયમિત રીતે ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.