આરોપી ભરત સોનીના પિતા રાજુ સોનીએ કહ્યું કે, “પોલીસે તેમના પુત્રની ધરપકડ કરી પોલીસ સ્ટેશન કેમ લઈ ગઈ? તેને ગોળી મારી દેવી જાેઈતી હતી. જાે એ પીડિતાની જગ્યાએ મારી દીકરી હોત તો હું પણ એ જ ઈચ્છા રાખત. જે પણ લોકો આ પ્રકારનો ગુનો કરે છે તેને જીવવાનો અધિકાર નથી.”
ઉજજૈન,તા.૩૦
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ૧૨ વર્ષની બાળકી પર જઘન્ય બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પોલીસે આ મામલે નરાધમની ધરપકડ પણ કરી લીધી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે રેપ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીના પિતાએ મોટું નિવેદન આપ્યું છે. વૃદ્ધ પિતાએ કહ્યું કે, “જાે દીકરો ખરેખર આરોપી છે તો તેને પકડવો ન જાેઈએ, તેને સીધી ગોળી મારી દેવી જાેઈતી હતી.”
આ જઘન્ય અને ચિંતાજનક ઘટના અંગે, આરોપીના પિતાએ વધુમાં કહ્યું કે, તેઓ બાળકી પર બળાત્કારની ઘટના વિશે જાણતા હતા. મેં મારા પુત્ર સાથે ચર્ચા કરી હતી કે, ઉજ્જૈન શહેરમાં એક બાળકી સાથે કંઈક ખોટું થયું છે, પરંતુ તેણે કંઈ કહ્યું નહીં. તેણે કોઈને શંકા પણ ન થવા દીધી. તેમજ વધુમાં વૃદ્ધ પિતાએ કહ્યું કે, “પુત્ર મારો હોય કે બીજાનો, આવા ગુનો કરનારને ફાંસી અથવા ગોળી મારી દેવી જાેઈએ. અમે શરમના કારણે બહાર જઈ શકતા નથી. હું શું કરું ? હું કંઈપણ સમજવા માટે સક્ષમ નથી.”
નોંધનીય છે કે, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ૧૨ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેને અર્ધનગ્ન અવસ્થામાં રસ્તા પર છોડી દીધી હતી. જાે કે, ઉજ્જૈનમાં પોલીસે બળાત્કારના આરોપી ભરત સોની નામના ઓટો ડ્રાઈવરની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પોલીસ આરોપીને ગુનાના રિકન્ટ્રક્શન માટે ઘટના સ્થળે લઈ ગઈ હતી પરંતુ આ દરમિયાન તેણે પોલીસને ધક્કો મારીને નાસવાનો પ્રયાસ કરતાં પોલીસે ગોળીબાર કર્યો હતો જેમાં તેને પગે ગોળી વાગતા ઘાયલ થઈને ઢળી પડ્યો હતો. જે બાદ આરોપીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.