જાણવા જેવુ / મુસાફરીની તારીખમાં ફેરફાર થવા પર ટિકિટ કેન્સલ કરાવવાની નથી જરૂર, ઝંઝટ વગર આવી રીતે બદલો ટિકિટની ડેટ
ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે સતત કામ કરી રહી છે. આ જ કારણ છે કે દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. મુસાફરી માટે ઘણી વખત તમે મહિનાઓ પહેલા ટિકિટ બુક કરો છો. પરંતુ ઘણી વખત તમારો પ્લાન છેલ્લી ઘડીએ બદલાઈ જાય છે અને તમારે જ્યાં જવાનું હતું, ત્યાં બીજા દિવસે જવાનું હોય છે. એટલે કે તમારો પ્લાન પોસ્ટપોન અથવા પ્રી-પોન થઈ રહ્યો છે.
ટિકિટ કેન્સલ કરાવવાની નથી જરૂર
જો તમે છેલ્લી વખત જૂની ટિકિટ કેન્સલ કરવાનું વિચારી રહ્યા હોવ અને જો તમને નવી ટિકિટ ન મળી રહી હોય, તો થોડીવાર રોકાઈ જાઓ. હા, જો મુસાફરીની તારીખમાં ફેરફાર હોય તો તમારે ટિકિટ કેન્સલ કરવાની જરૂર નથી અને તમે તે જ ટ્રેનમાં મુસાફરી કરી શકો છો. તેના માટે તમારે રેલવેના નિયમોને જાણવું જરૂરી છે.
શું છે રેલવેના નિયમ
રેલવેના નિયમો મુજબ તમે ટિકિટ કેન્સલ કર્યા વિના મુસાફરીની તારીખ આગળ અથવા રિવર્સ કરી શકો છો. તમારી મુસાફરીની તારીખ બદલવા માટે તમારે બોર્ડિંગ સ્ટેશનના સ્ટેશન મેનેજર અથવા કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સેન્ટરની મુલાકાત લઈને ટ્રેન ઉપડવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં અરજી કરવી પડશે. રેલવે તરફથી મુસાફરીની તારીખ બદલવાની સુવિધા ઓનલાઈન (Online) અને ઓફલાઈન (Offline) બંને રીતે ઉપલબ્ધ છે.
કેવી રીતે ગંતવ્ય સ્થળ બદલવું
તમે પ્રવાસના ગંતવ્ય સ્ટેશનમાં પણ ફેરફાર કરી શકો છો. હા, તમે તમારી અનુકૂળતા મુજબ તમારું ગંતવ્ય સ્ટેશન બદલીને તમારી મુસાફરી આગળ વધારી શકો છો. તેના માટે તમારે ગંતવ્ય સ્ટેશન સુધી ટ્રેનમાં હાજર TTE પાસેથી ટિકિટ ખરીદવી પડશે. જ્યાં સુધી તમારી પાસે ટિકિટ છે ત્યાં સુધી જવા માટે તમારે ત્યાંથી ગંતવ્ય સ્ટેશનની ટિકિટ લેવી પડશે.