(અબરાર અલ્વી)
આ કોરોના મહામારીના ભયંકર રોગચાળામાં જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરવા આગળ આવવા સૈયદ યાસીરએ વિનંતી કરી હતી. “ચિશ્તીયા સુફી મિશન”ના સ્થાપક ગરીબ નવાઝ ગદ્દી નસિન સૈયદ યાસીર ગુરદે જી (અજમેર શરીફ)એ જણાવ્યું કે, આજના ખરાબ સમયમાં, જાતિ, ઉચ્ચ નીચના ભેદભાવ છોડીને, રોગચાળા સાથે લડતા જરૂરીયાતમંદ પરિવારોને મદદ કરવા આગળ આવવું એ સાચી માનવતા હશે! સૈયદ યાસીર જીએ કહ્યું કે કોરોના જેવા ભયંકર રોગચાળાને લીધે દુનિયા પીડિત છે. કોરોના મહામારીમાં વોરિયર્સ તરીકે ઉભરી આવેલ પોલીસ કર્મચારીઓ, સેવકો, ડોકટરો જેવા સાચા લડવૈયાએ આ લડતમાં ઘણા આવા લોકોએ તેમનો જીવ ગુમાવ્યો છે. સાથે જ ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘણી સેવા સંસ્થાઓ, સમાજના જરૂરિયાતમંદ પરિવારોની સેવા કરી રહી છે. સાથે જ તેમણે આવી તમામ સમાજ સેવાના લોકોનો આભાર માન્યો હતો. ગરીબ નવાઝના સંદેશવાહકે જણાવ્યું હતું કે તેઓની સંસ્થા દ્વારા વિશેષ કાળજી લેવામાં આવે છે ત્યારે જરૂરિયાતમંદ પરિવારોની મદદ કરતી વખતે તેમના નજીકના લોકોને પણ ગુમાવ્યા છે, આ નજીકના જાણીતા લોકોને ગુમાવતા તેઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. કોરોના વાયરસના ભયંકર રોગચાળાને લીધે, તેઓનું એક સંગઠન જરૂરિયાતમંદ લોકોને રાશન, માસ્ક વગેરે પ્રદાન કરે છે.
કહેવાય છે કે બધા જ ધર્મમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા આ ઉક્તિ માનવામાં આવે છે, માનવીની સાચી સેવા એ જ ઈશ્વરની સેવા છે, આથી જ આવી માનવ સેવાની ભાવનાને ધ્યાને રાખી તેઓએ જણાવ્યું હતું કે શેરીના આસપાસના તમામ રહેવાસીઓ, જરૂરીયાતમંદ પરિવારોની સામાન્ય જરૂરિયાતોને પહોંચી વળવા ભારપૂર્વક જણાવ્યું હતું કે ધનિક લોકોએ આગળ વધવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી જોઈએ. આ સાથે જ આ મહામારીમાં યોગ્ય કાળજી લેવા પણ અપીલ કરી હતી.