(અબરાર એહમદ અલ્વી)
અમદાવાદ,તા.25
આજ રોજ એડવોકેટ શમશાદખાન પઠાણ (AIMIM અમદાવાદ શહેર પ્રમુખ)ની અધ્યક્ષતામાં AIMIM પાર્ટી સમગ્ર ગુજરાત શહેર અને અમદાવાદ શહેરમાં તમામ વર્ગના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની રજૂઆતો સાંભળીને તેમને ન મળતી સુવિધાઓની રજૂઆત સરકારશ્રી, મેયરશ્રી અને અધિકારીશ્રીઓને આપતી રહે છે અને તાત્કાલિક આ રજૂઆતો ધ્યાનમાં લઇ તેમને મળતી બધા પ્રકારની સુવિધાઓ વહેલી તકે તેમને મળતી રહે તેવી રજૂઆત હર હંમેશ કરતી રહે છે.
આજ રોજ EWS સિકંદર બખ્ત બહેરામપુરા અમદાવાદના રહીશોની રજૂઆત ધ્યાનમાં લઇ તેમને ન મળતી સુવિધાઓ જેવી કે ડ્રેનેજ પ્રોબ્લેમ, સ્ટ્રીટ લાઇટની સુવિધા, ખરાબ અને બિસ્માર તૂટેલા ઘરો, રસ્તાઓ અને કચરો ના ઉપાડવાની વારંવારની ફરિયાદો છતાં કોઈપણ જાતની મળવા લાયક સુવિધાઓ ત્યાંના રહીશોને મળતી નથી જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર શ્રીને રજૂઆત અને ફરિયાદ કરી હતી.
એડવોકેટ શમશાદ ખાન પઠાણ (AIMIM અમદાવાદ શહેર પ્રમુખ), અમદાવાદ શહેરના મહિલા પ્રમુખ ફરીદાબેન ઘાંચી, યુવા પ્રમુખ શ્રી શાહનવાઝ ભાઈ (સીબુ ), AIMIMના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી મુસ્તાકભાઈ ખાદી વાલા, અફસાના બેન ચિસ્તી,અમદાવાદ શહેરના મંત્રી, મહા મંત્રી, સહમંત્રી, સંગઠન મંત્રી અમદાવાદ શહેર મીડિયા ઇન્ચાર્જ, અમદાવાદ શહેરના વોર્ડ પ્રમુખ શ્રીઓ અને વોર્ડના હોદ્દેદારો હાજર રહી રજૂઆત કરી હતી.