Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

ચીને ૭ વર્ષ સુધીના બાળકોની પરીક્ષા કરી સમાપ્ત, દંપતીને વધુ બાળકો રાખવા માટેનું મળે પ્રોત્સાહન

ચીન દ્વારા શિક્ષણ વ્યવસ્થા અંગે વ્યાપક શિક્ષણ સુધારા લાગુ
બેઇજિંગ,

બેઇજિંગ શહેરના અધિકારીઓએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે કેટલીક શાળાઓમાં ટોચની પ્રતિભાઓની એકાગ્રતાને રોકવા માટે શિક્ષકોને દર ૬ વર્ષમાં સ્કૂલમાં બદલાવ કરવો જાેઈએ. આ વર્ષે પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને લેખિત હોમવર્ક આપવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. ચીને શિક્ષણ વ્યવસ્થા અંગે વ્યાપક શિક્ષણ સુધારા લાગુ કર્યા છે. આ અંતર્ગત છ અને સાત વર્ષ સુધીના બાળકોની લેખિત પરીક્ષા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેનો હેતુ બાળકો અને માતાપિતા પર દબાણ ઘટાડવા માટેનો છે. એવું માનવામાં આવે છે કે આથી માતાપિતાને વધુ બાળકોને જન્મ આપવા માટેનો સમય મળશે. ખરેખરમાં આ સુધાર કાર્યક્રમોને ચીનની વધુ બાળકોની જનસંખ્યા પોલિસી સાથે સબંધિત હોવાનું જાેવામાં આવી રહ્યું છે. દાયકામાં સૌથી ધીમી જનસંખ્યા વૃદ્ધિની સાથે, ચીનના અધિકારીઓએ આ વર્ષની શરૂઆતમાં બે બાળકોની જન્મ મર્યાદાને દૂર કરી દીધી હતી. તે વધુ બાળકો પેદા કરવા માટે આ પ્રકારનું પ્રોત્સાહન વધારવા માંગે છે.

સોમવારે બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે જેના કારણે વારંવાર લેવાતી પરીક્ષાઓ જેના કારણે વિદ્યાર્થીઓ પર ઘણો બોજ પડતો હતો. તેને શિક્ષણ મંત્રાલય દ્વારા દૂર કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે નાની ઉંમરમાં જ વિદ્યાર્થીઓ પર દબાણ તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ સિવાય જુનિયર હાઈસ્કૂલ સુધીની લેવાતી પરીક્ષાઓ પણ મર્યાદિત કરવામાં આવી છે. આ પગલાં ચીનના શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સરકારી સુધારાઓનો એક ભાગ છે.

અગાઉ જુલાઈમાં, ચીને તમામ ખાનગી ટ્યુટરિંગ સંસ્થાઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી ૭.૩૨ લાખ કરોડના કોચિંગ ઉદ્યોગને અસર થઈ હતી. તેનો ઉદ્દેશ્ય ચીનમાં શિક્ષણ અસમાનતા ઘટાડવાનો છે, જ્યાં કેટલાક મધ્યમ વર્ગના માતા-પિતા તેમના બાળકોને ટોચની શાળાઓમાં દાખલ કરવા માટે ખાનગી ટ્યુશન પાછળ દર વર્ષે રૂ. ૧૧.૨૭ લાખ અથવા તેનાથી પણ વધુ રૂપિયાનો ખર્ચ કરે છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *