Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

‘ચાલ પાછળ બેસી જા, તને સ્કૂલે મુકી જાઉં’ કહીં સગીરા પર આધેડે દુષ્કર્મ આચર્યું 

શાળાએ મુકવાના બદલે અન્ય સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું, 12 વર્ષીય માસૂમને પીંખી નાખી : પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગ્રામ્ય પંથકમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી અને શાળાએ જવા વાહનની રાહ જોઈને રસ્તાની સાઈડમાં ઉભેલ એક બાળકીને પંથકના પાલડી ગામના આધેડે શાળાએ મુકી જવાનું કહી બાઈક ઉપર બેસાડી થોડે દુર વાસોજ ગામની ધાર્મિક જગ્યા પાસે લઈ જઈ બાળા ઉપર દુષ્કર્મ આચાર્યું હતું.

આ મામલે ગઈકાલે ફરીયાદ નોંધાયા બાદ એકશનમાં આવેલ પોલીસે ગણતરીના કલાકોમાં જ પાલડી ગામના આરોપી શખ્સની ધરપકડ કરી લીધી હતી. બાદમાં આરોપીને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રીમાન્ડ પર સોંપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લામાં એકાદ માસ પહેલા આઠ વર્ષની માસુમ બાળા પર દુષ્કર્મ આચરી હત્યાના મામલાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં ઉના પંથકની 12 વર્ષની માસુમ દિકરી ઉપર 40 વર્ષના નરાધમ શખ્સ દુષ્કર્મ આચર્યાની સનસનીખેજ ઘટના સામે આવતા લોકોમાં ફરી રોષ ભભુકી ઉઠયો છે. ત્યારે આ જઘન્ય ઘટના અંગે પ્રાપ્ત વિગત મુજબ ઉના પંથકની આ માસુમ દિકરી શાળાએ જવા માટે એમના ગામના સીમાડે રસ્તાની સાઈડમાં ઉભી વાહનની રાહ જોતી હતી. એ સમયે ત્યાંથી પસાર થયેલ પાલડી ગામનો આધેડ કાના લાખા સોલંકી (ઉ.વ.40) મોટરસાઈકલ લઈને જતો હતો. તેણે વાહન ઉભું રાખીને કહ્યું કે, “ચાલ પાછળ બેસી જા. તને સ્કૂલે મુકી જાઉં” તેમ કહીને દિકરીને બેસાડી લઈ ગયો હતો અને શાળાએ જવાના બદલે વાસોજ ગામના ધાર્મીક સ્થળ નજીક નિર્જન સ્થળે લઈ જઈ જબરદસ્તીથી દુષ્કર્મ આચર્યું હતુ.

આ ઘટના બાદ બાળાને રડતી છોડીને નાસી છુટ્યો હતો. દિકરીના આસુઓનું આક્રંદ સાંભળી પુજારી મદદે પહોંચતા ઘટના સામે આવી હતી. દિકરીના રડવાનો અવાજ ત્યાં હાજર પુજારીએ સાંભળતા તે તેમની પાસે ગયા હતા. દિકરી સાથે વાતચીત કરી એમના વાલીનું સરનામું પૂછીને પરીવારજનોને જાણ કરી બોલાવતા એમની માતા આવતા તેણીને દવાખાને લઈ જવાઈ હતી. જ્યાં દિકરીએ તેની સાથે ઘટેલ ઘટના અંગે માતાને વાત કરી હતી. બાદમાં સગીર દિકરીની માતાએ નવાબંદર પોલીસમાં ઉપરોક્ત વિગતો સાથે ફરીયાદ નોંધાવી હતી.

મામલાની ગંભીરતાને ધ્યાને લઈ એકશનમાં આવેલ પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપી કાના ઉર્ફે બટર લાખા સોલંકીને પાલડી ગામમાંથી જ ઝડપી લીધો હતો. બાદમાં આરોપીને કોર્ટમાં રજુ કરતા બે દિવસના રીમાન્ડ પર સોંપવાનો કોર્ટે હુકમ કરતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *