મોટાભાગના લોકો ચા પીતા સમયે સાથે નાસ્તો કરતા હોય છે. આમ, જો તમે પણ ચા સાથે આ પ્રકારનો નાસ્તો કરો છો તો તમારે ચેતવાની જરૂર છે.
અનેક લોકો ચા પીવાના શોખીન હોય છે. દુનિયાભરમાં મોટાભાગના લોકો એવા છે જે એમના દિવસની શરૂઆત એક કપ ચા સાથે કરે છે. ચા પીવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે અને તમને ફ્રેશનેસ લાગે છે. આમ, જો તમે પણ ટી લવર્સ છો તો તમારે અનેક બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. ચાની સાથે કોઇ બિસ્કિટ ખાવાનું પસંદ કરે છે તો કોઇ નાસ્તો કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જે તમે ચા સાથે ખાઓ છો તો તમારી હેલ્થને અઢળક નુકસાન થાય છે. તો જાણો તમે પણ ચા સાથે કઇ વસ્તુઓ ન ખાવી જોઇએ.
નટ્સ
દૂધની સાથે આયરન યુક્ત વસ્તુઓ ખાવાથી દરેક લોકોએ બચવું જોઇએ. નટ્સ આયરનથી ભરપૂર હોય છે, આ માટે ક્યારે પણ ચાની સાથે નટ્સ ખાવા જોઇએ નહિં. ચા સાથે નટ્સ ખાવાથી તમારું સ્વાસ્થ્ય બગડે છે.
આયરનથી ભરપૂર શાકભાજી
આયરનથી ભરપૂર શાકભાજી ચા સાથે ક્યારે પણ ખાવી જોઇએ નહિં. ચામાં ટેનિન અને ઓક્સાલેટ હોય છે જે આયરનથી ભરપૂર વસ્તુઓને એબ્જોર્બ કરતા રોકે છે. આ માટે આયરનથી ભરપૂર ખાદ્ય પદાર્થો જેવા કે પાનવાળા શાકભાજી, અનાજ, દાળ વગેરે ચા સાથે ખાતા બચવું જોઇએ.
લીંબુ
લીંબુની ચા પીવાની સલાહ ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ આપવામાં આવે છે. અનેક લોકો માને છે કે આ ચા પીવાથી સડસડાટ વજન ઉતરવા લાગે છે. આમ, જ્યારે તમે ચા પીવો છો ત્યારે એટલે કે એના એક કલાક સુધી ખટાશવાળી વસ્તુઓ ખાવી જોઇએ નહિં. જો તમે ખાઓ છો તો શરીરમાં સોજા આવે છે અને બીજી બીમારીઓ પણ થઇ શકે છે.
બેસન
પકોડા અને નમકીનની સાથે ચા પીવી એ ભારતમાં કોમન વાત છે. મોટાભાગના લોકો આ વસ્તુઓ ચા સાથે ખાતા હોય છે. એક્સપર્ટના જણાવ્યા અનુસાર ચાની સાથે બેસનમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી પાચન સંબંધિત તકલીફો થાય છે. આ માટે ક્યારેય પણ ચા સાથે બેસનમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરશો નહિં.