સુરત,
ગ્રીષ્મા વેકરિયા મર્ડર કેસમાં કોર્ટના ચુકાદા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે તેના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. ત્યાં જઈને તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, હું આજે ગ્રીષ્માના પરિવારજનને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું. જ્યારે સ્મશાન યાત્રા નીકળવાની હતી ત્યારે હું એક વચન આપીને ગયો હતો કે એવો દાખલો બેસાડીશું કે ભવિષ્યમાં કોઈની દીકરી પર આવા ટપોરીઓ આંખ ઉંચી કરીને નહિ જોવે એ વાયદામાં માત્ર પાંચ દિવસમાં 2500 પાનાની ચાજશીટ રજૂ કરાઈ હતી.
સરકારી વકીલ નયનભાઈ ગ્રીષ્માને ન્યાય અપાવવા માટે મજબૂતાઈથી સુરત કોર્ટમાં દલીલો કરી હતી. એ રજૂઆતના અંતે ગુજરાતમાં એક ઇતિહાસ રચાયો અને ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા ફટકારી છે. આ ફાંસીની સજા ગુજરાતમાં ક્યારેય અન્ય લોકો આવી હરકત નહિ કરે તેવી શીખ પુરી પાડશે. ગુજરાત પોલીસની આવા ગુનેગારની સામે લાલ આંખ નીકળશે અને હજુ મજબુતાઈથી પોલીસ કામગીરી કરશે. નાની મોટી કોઈ તકલીફ હોય તો ગુજરાત પોલીસ સામે ડાયરેકટ આવશે કોઈને પણ તકલીફ નહીં પડવા દઈએ. અમારી ગુજરાતની દીકરીઓ પર કોઈ ટપોરીઓ આંખ ઉંચી કરીને જોઈશે તો ગુજરાત પોલીસ નહીં મૂકે.
દરેક માતાપિતાએ પોતાના પુત્ર કે પુત્રીઓ દિવસ દરમિયાન શું કામ કરે તેનો ખ્યાલ માતા પિતાએ રાખવી જરૂરી છે. ભવિષ્યની અંદર આવી ગ્રીષ્મા એક પણ ન ગુમાવી પડે તે માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. સમાજના ડરના કારણે આપણે પોલીસ પાસે જતા નથી પણ પોલીસ તમારો મિત્ર છે પરિવાર છે એવું સમજીને જાણ કરો તો આવી ઘટના બીજી વાર નહીં બને.