નવીદિલ્હી,તા.૨૮
ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મોની રિલીઝ પર પ્રતિબંધ હોવાના ભાગ્યે જ કોઈ અહેવાલો છે કારણ કે, તે બધી સ્વતંત્ર રીતે કામ કરે છે. ઘણા વર્ષોથી આ ચર્ચા ચાલી રહી છે કે ઓટીટી સેન્સર કરવું યોગ્ય છે કે ખોટું. મોટા પડદાની ફિલ્મોની જેમ ઓટીટી પર જેટલા નિયમો અને કાયદા નથી. આ દરમિયાન ઓટીટી રિલીઝને લગતો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગાંધી અને ગોડસે પર બનેલી ફિલ્મ Why I Killed Gandhiની રિલીઝ પર પ્રતિબંધ મૂકવાનો મામલો તેજ બન્યો છે. આ ફિલ્મની રિલીઝને રોકવા માટે તેની સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી, તેમ છતાં ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી રહી છે. બાર એન્ડ બેંચના અહેવાલ મુજબ વકીલ અનુજ ભંડારીએ સિકંદર બહલ દ્વારા ગાંધી અને ગોડસે પરની ફિલ્મ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીકર્તાના કહેવા પ્રમાણે ફિલ્મમાં મહાત્મા ગાંધીની છબીને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ દ્વારા નફરત ફેલાવવાનો અને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેથી આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જાેઈએ. તેમને આ ફિલ્મની રિલીઝ સામે સખત વાંધો છે. આ અરજીમાં અનુજ ભંડારીએ એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. ત્યાં રિલીઝ થયા બાદ તેને રોકી દેવામાં આવી હતી, જેના કારણે હવે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. તે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર રિલીઝ થવાની છે. આ એ જ દિવસ છે જ્યારે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી. આ ફિલ્મ આ જ વિષય પર આધારિત છે. આ ફિલ્મ ૨૦૧૭માં બની તૈયાર થઈ ગઈ હતી. તેને ક્યારેય સિનેમાઘરોમાં રજૂ કરવાની તક મળી નથી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અને સાંસદ અમોલ કોલ્હે આ ફિલ્મમાં નાથુરામ ગોડસેનું પાત્ર ભજવી રહ્યા છે. હવે આ ફિલ્મની રિલીઝને લઈને વિવાદ છે, બધા આ મામલે સુપ્રીમ કોર્ટના ર્નિણયની રાહ જાેઈ રહ્યા છે. આ ફિલ્મના નિર્માતાઓ હાલમાં OTT પર તેની રિલીઝની તૈયારી કરી રહ્યા છે.