Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતમાં “લવ જેહાદ” સામેના કાયદાને મંજૂરી



વિધાનસભામાં બજેટ સત્રમાં રજૂ થયેલ આઠ વિધેયકને રાજ્યપાલે મંજૂરી આપી

ગાંધીનગર,તા.૨૨

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં રજૂ થયેલા ૮ વિધેયકને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બજેટ સત્રમાં રજૂ થયેલા આઠ બિલને રાજ્યપાલની મંજૂરી આપી દેવામાં આવી છે. આ આઠ બિલમાં લવ જેહાદના કાયદાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી લવજેહાદની ઘટનાઓ બની રહી છે, ત્યારે અન્ય રાજ્યમાં લવજેહાદના કાયદાને લઈને માંગ ઉઠી હતી. આ સંદર્ભે આ વર્ષે ગુજરાત બજેટ સત્રમાં લવ જેહાદના કાયદા માટે મૂકવામાં આવ્યું છે. જે કાયદાને મંજૂરી મળી ગઈ છે. ગુજરાતમાં લવજેહાદના કાયદાને ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટને મંજૂરી આપવામાં આવી છે.
વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોની સુખાકારી અને સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકારે ૧૪મી ગુજરાત વિધાનસભાના ૮ મા સત્રમાં ૧૫ જેટલા વિધેયકો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકી અગાઉ વિધાનસભા સત્ર દરમિયાન મંજુર થયેલા ૭ વિધેયકો પ્રસિધ્ધ થયા બાદ હવે બાકીના ૮ વિધેયકોને રાજ્યપાલે મંજૂરીની મહોર મારી છે. તે હવે એક્ટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. આમ રાજય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ તમામ ૧૫ વિધેયકોને રાજયપાલએ મંજુરીની મહોર મારી છે.
જાડેજાએ ઉમેર્યુ કે, જે વિધેયકોને પણ રાજ્યપાલશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવી છે તેમાં (૧) ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજાે અથવા સંસ્થાઓ (પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ) બાબત (સુધારા) વિધેયક, ૨૦૨૧, (૨) ગુજરાત પંચાયત (સુધારા) બિલ, ૨૦૨૧ઃ (૩) ગુજરાત અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલકતની તબદીલી પર પ્રતિબંધ મૂકવા તથા તે વિસ્તારોમાંની જગામાંથી ભાડૂઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જાેગવાઇ કરવા બાબત (સુધારા) વિધેયક, ૨૦૨૧, (૪) ગુજરાત ફ્રીડમ ઓફ રીલીજીયન (સુધારા) વિધેયક, ૨૦૨૧ (લવ જેહાદ બાબતનું બીલ), (૫) ગુજરાત ખાનગી યુનિવર્સિટી (સુધારા) વિધેયક, ૨૦૨૧, (૬) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક, ૨૦૨૧ઃ, (૭) ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેંટસ (રજિસ્ટ્રેશન એન્‌ડ રેગ્યુલેશન) વિધેયક, ૨૦૨૧, (૮) ફોજદારી કાર્યરીતી (ગુજરાત સુધારા) વિધેયક, ૨૦૨૧નો સમાવેશ થાય છે.
ગાંધીનગર,તા.૨૨

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *