Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

ગુજરાતમાં આજે વિધાનસભાના અંતિમ સત્ર વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન 

આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી” જેવા સૂત્રોચાર કોંગ્રેસ દ્વારા કર્યો હતો

રાજ્યમાં ચાલતા આંદોલનો અને પ્રજાના પ્રશ્નોને લઈને આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે આ પ્રદર્શનમાં ધારાસભ્ય તેમજ વિપક્ષ નેતા સહીતના ધારાસભ્યો દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર વિધાનસભાના પગથિયાં પર બેસીને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 

ગાંધીનગર ખાતે આજે 14મી વિધાનસભાનું બે દિવસનું ટૂંકું સત્ર આજથી શરુ થવાનું છે ત્યારે કોંગ્રેસ દ્વારા વિધાસનસભાની બહાર જ  પગથિયાં પર બેસીને ધરણા કરવામાં આવ્યા હતા. આરોગ્ય કર્મચારીઓની માંગણી, પૂર્વ સૈનિકોની માંગ અને જૂની પેન્સન યોજના અને મોંઘવારી જેવા મુદ્દા પર આજે કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ધારણા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુજરાતના બીસ્માર રોડ રસ્તાઓ તેમજ આશા વર્કરો અને ગ્રેડ પે સહીતના મુદ્દે પણ કોંગ્રેસનું આક્રમક વલણ જોવા મળી રહ્યું હતું.

ગાંધીનગરમાં આજે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને સમગ્ર પાટનગર જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગરની ભૂમિ આંદોલનની ભૂમિ બની ગઈ છે. ગાંધીનગરમાં વિવિધ આંદોલન થઇ રહ્યા છે તે માંગ સરકાર સ્વીકારે તેને લઈને આજે કોંગ્રેસ દ્વારા ધારણા કરવામાં આવ્યા છે. કોંગ્રેસ કુલ 30 જેટલા મુદ્દાઓ સામે વિરોધ કરી રહ્યા છે. સરકાર કર્મચારીઓની માંગણી પુરી કરે તે માટે કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિરોધ કરી રહ્યા છે. 

આ તકે જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે દેશમાં મોંઘવારી અને બેકારી તેમજ લમપી વાઇરસ, સરકારી કર્મચારીઓ, જૂની પેન્સન યોજના સહીત તમામ મુદ્દાઓ સરકાર કોઈ કાર્ય કરી રહ્યું નથી તે માટે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બહાર આપી રહ્યા છે તેમજ વિધાનસભાની અંદર પણ ઉઠાવવામાં આવશે. કોંગ્રેસના ધારાસભ્યોએ સુત્રોચાર કરતુ કટઆઉટ પહેરીને અનોખી રીતે વિરોધ કર્યો હતો અને “આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી” જેવા સુત્રોચાર કર્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *