ગુજરાતમાં અમારી ગેરન્ટી પર અમે 5 વર્ષમાં જો કામ ના કરીએ તો ધક્કા મારીને બહાર કાઢી નાખજો : કેજરીવાલ
બીજેપી કોંગ્રેસ પાર્ટીઓના નેતાઓ મોટી મોટી વાતો કરે છે. ચૂંટણી પછી આ લોકો ખજાનાઓ લૂંટી જલસા કરે અને 5 વર્ષ પછી પાછા વોટ માંગવા માટે આવે છે
દ્વારકામાં જનસભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે ભગવાન દ્વારકાધીશની ધરતી પર કિશાનોની ગેરન્ટીનું એલાન કરવા જઈ રહ્યા છે. શ્રી કૃષ્ણનો આપણા પર આશીર્વાદ રહેશે. ગુજરાતના લોકોથી ઘણો પ્રેમ મળ્યો છે. તમારો આટલો પ્રેમ અને સન્માન જોઈને હું તમારો આભારી છું.
બીજેપી અને કોંગ્રેસવાળા મને ઈસુદાનને, ગોપાલ ઈટાલિયાને ગાળો આપીને જતા, એક બીજાને પણ ગાળો આપે છે પરંતુ તેનાથી ગુજરાત નહીં બદલે. આ આપણને બેવકુફ બનાવે છે. મને રાજનિતી કરવા નથી આવડતું. ભારતને દુનિયાનો નંબર વન દેશ બનાવવો છે. જે ભાષણબાજીથી નહીં પરંતુ તેના સ્કૂલ, રોજગાર, વીજળી, સારા ધોરીમાર્ગ બનાવવાથી થશે. મહોલ્લા ક્લિનિક બનાવવા પડશે.
અત્યાર સુધી જનતાના મુદ્દાની ગેરન્ટી આપી છે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે બીજેપી કોંગ્રેસ પાર્ટીઓના નેતાઓ મોટી મોટી વાતો કરે છે. ચૂંટણી પછી આ લોકો ખજાનાઓ લૂંટી જલસા કરે અને 5 વર્ષ પછી પાછા વોટ માંગવા માટે આવે છે પરંતુ કેજરીવાલ જે કહે છે તે કરે છે જ્યારે તમે બજારમાં ટીવી અને સ્કૂટર ખરીદીને આવો છો તો બે વર્ષ કે ત્રણ વર્ષની ગેરન્ટી આપવામાં આવે છે પરંતુ અમે જે ગેરન્ટી આપીએ છીએ અને 5 વર્ષમાં અમે કામ ના કરીએ તો ધક્કા મારીને બહાર કાઢી નાખજો. તેમ કેજરીવાલે કહ્યું હતું.
વધુમાં કહ્યું કે, યુવા બેરોજગાર ફરી રહ્યા છે તેમની પાસે નોકરી નથી. ગુજરાતમાં 5 વર્ષમાં બેરોજગાર માટે રોજગારીની વ્યવસ્થા કરીશું અને રોજગાર ના મળે ત્યાં સુધી 3000 બેન્ક ખાતામાં આપીશું. યુવા બેરોજગાર રહેશે તો શું આ ફ્રીની રેવડી છે અમે 10 લાખ રોજગારોને રોજગારી આપીશું.