ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ થયું રૂપિયા 100ને પાર
નાના વાહન ચાલકોમાં ચિંતાનું મોજું
હવે માત્ર જરૂરિયાત મુજબ જ લોકો પુરાવી રહ્યા છે પેટ્રોલ
તો ડીઝલ પણ પહોંચ્યું 100 રૂપિયાની નજીક
દેશભરમાં દિન પ્રતિદિન પેટ્રોલ અને ડિઝલમાં કૂદકે ને ભૂસકે ભાવો વધી રહ્યા છે ત્યારે નાના વાહન ચાલકો પરેશાન થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલે રૂપિયા 100નો આંક વટાવી દીધો છે. અને અણનમ 100 રૂપિયા ને 45 પૈસા પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે. દિન પ્રતિદિન વધતી મોંઘવારીને લઈ સૌ કોઈ પરેશાન છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હોવા છતાં પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. જે મધ્યમ અને નાના વર્ગના લોકો પર કમ્મર તોડ બોજો વધી રહ્યો છે. પેટ્રોલના વધતા ભાવને લઈ પેટ્રોલ પમ્પ માલિકો પણ ચિંતિત બન્યા છે. જોઈએ તેટલું પેટ્રોલનું વેચાણ થતું નથી. ભાગ્યે જ કોઈ વ્યક્તિ પોતાની બાઈક કે કારમાં ટાંકી ફૂલ કરાવે છે. આજથી બે વર્ષ પહેલાં પેટ્રોલ દરરોજનું 5 હજાર લીટર જેટલું વેચાતું હતું. આજે એક હજાર લીટર માંડ વેચાય છે. એટલે કે સેલિંગ ઘટ્યું છે.
ગીર સોમનાથમાં પેટ્રોલનો ભાવ રૂપિયા સો ને પાર થતા જ નાના અને મધ્યમ વર્ગીય લોકો મૂંઝવણમાં મુકાયા છે. વર્તમાન સમયમાં બાઈક કે સ્કૂટર હોવું તે સાવ સામાન્ય ગણાય છે. પરંતુ આગામી મહિનાઓમાં આ બાઈક કે સ્કૂટર ચલાવવું અસામાન્ય થઈ જાય તો નવાઈ નહીં. સ્કૂટર અને બાઈક કરતા સી.એન.જી. કાર સસ્તી ચાલે છે.