ગાયની અડફેટે આવ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા બાદ આપી આ પ્રતિક્રીયા
પડી જતા મને પગમાં વાગ્યું હોવાથી ઉભા થવાય તેવી સ્થિતિમાં ના હોવાથી મને ગાડીમાં બેસાડી હોસ્પિટલ લઈ જવાયો હતો.
ગાયની અડફેટે આવ્યા બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રથમ પ્રતિક્રીયા આપી હતી. આજે કડી ખાતેના તિરંગા યાત્રા કાર્યક્રમની અંદર નીતિન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ ઘટના બની હતી.
આ સમગ્ર મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગાય અચાનક આવીને અડફેટે લેતા મારી સાથે અન્ય બેથી ત્રણ લોકો ત્યાં પડી ગયા હતા. આ સિવાય એક-બે જેટલા વિદ્યાર્થીઓ પણ હતા જેમને ઈજા પહોંચી હતી. ગાય સામેથી આવતા હું પડી ગયો હતો અને પડતાની સાથે ત્યાં હાજર રહેલા પોલીસના જવાનો, ભાજપના કાર્યકરો તેમજ સિક્યુરીટીવાળાએ ત્યાંથી ગાયને હાંકી કાઢી હતી. પડી જતા મને પગમાં વાગ્યું હોવાથી ઉભા થવાય તેવી સ્થિતિમાં ના હોવાથી મને ગાડીમાં બેસાડી હોસ્પિટલ લઈ જવાયો હતો. મારા ઢીંચણના ભાગે ઇજા થઈ છે. તેમ નીતિન પટેલે કહ્યું હતું. આ સાથે તેમણે કહ્યું કે, તબીબોએ મારી સારવાર કરી અને 20 દિવસ માટે મને પાટો બાંધી રાખવા માટે કહેવામાં આવ્યું છે.
કડી તિરંગા રેલી દરમિયાન નિતીન પટેલની વિશેષ ઉપસ્થિતિ યોજાઈ રહી હતી. ત્યારે નાયબ મુખ્યમંત્રીને કડીના કરણપુરા શાક માર્કેમાં રખડતા ગાયે અચાનક જ અડફેટે લીધા હતા. ત્યાર બાદ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં તેમને ખસેડાયા હતા. જેમના ડાબા પગના ઘૂંટણમાં ઈજા પહોંચી હતી. અત્યાર સુધી રખડતા ઢોરના ત્રાસથી સામાન્ય માણસ તેના ભોગ બનતા હતા પરંતુ પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ઢોરે અડફેટે લેતા આ વાતને લઈન ચકચાર મચી જવા પામ્યો છે.