ખાસ કરીને સૌરાષ્ટ્રના સમુદ્રી ભાગોમાં આ પલટો આવ્યો છે ત્યારે તેની અસર અમદાવાદમાં પણ વહેલી સવારમાં જોવા મળી રહી છે.
અમદાવાદ,23
25થી 27 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. કોઈ ભાગમાં વરસાદી હળવા ઝાપટા પણ પડી શકે છે આવું હવામાન વિભાગે અગાઉ જણાવ્યું હતું જેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. 31 માર્ચના રોજ ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાંથી ભેજ ઉપર આવતા વાદળછાયું વાતાવરણ સર્જાયું છે.
ગરમી આ વખતે વહેલી પડી છે જેને છેલ્લા કેટલાક વર્ષનો રેકોર્ડ તોડયો છે. એન્ટી સાયકલોનીક સરકયુલેશનની અસરથી ગત વીકમાં સતત 5 દિવસથી સોમવારના રોજ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો હતો પરંતુ બે દિવસથી ગરમીનું વાતાવરણ 2થી 4 ડિગ્રી હળવું પડ્યું છે. ત્યારે ગરમીની સીઝનમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સવારે ઠંડક અને બપોરના સમયે ઠંડક જોવા મળી રહી છે.
માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ ધીમે ધીમે ગરમી દસ્તક દેવાનું શરૂ કરતિ હોય છે. પરંતુ આગામી હોડી પહેલા કાળઝાડ ગરમી પડી હતી. ગરમીનો પારો વધુ 40થી બે ડિગ્રી આસપાસ ઊંચકાયો હતો ગુજરાતમાં આ પારો હિટ પકડ્યા બાદ થોડી રાહત અનુભવાશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના સમુદ્રી ભાગોમાં આ પલટો આવ્યો છે ત્યારે તેની અસર અમદાવાદમાં પણ વહેલી સવારમાં જોવા મળી રહી છે.